રખડતા ઢોર મુદ્દે સીઆર પાટીલની વડોદરાના મેયરને ટકોર, કહ્યું - અકસ્માતો થઈ રહ્યા છે હવે તો કાર્યવાહી કરો
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રખડતા ઢોરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાને લઇને વડોદરાના મેયર કેયુર રોકડીયાને સવાલ પૂછવાની અને ટકોર કરવાની વાત કહી છે. પાટીલે એવું પણ કહ્યું છે કે તેઓ વડોદરાના મેયરને પૂછશે કે આ અંગે તેમના હાથ કઇ રીતે બંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે આ કંઇ પહેલી વખત નથી કે જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષે રખડતા ઢોર અંગે જાહેરà
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રખડતા ઢોરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાને લઇને વડોદરાના મેયર કેયુર રોકડીયાને સવાલ પૂછવાની અને ટકોર કરવાની વાત કહી છે. પાટીલે એવું પણ કહ્યું છે કે તેઓ વડોદરાના મેયરને પૂછશે કે આ અંગે તેમના હાથ કઇ રીતે બંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે આ કંઇ પહેલી વખત નથી કે જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષે રખડતા ઢોર અંગે જાહેરમાં કોઇ નિવેદન આપ્યું હોય.
વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ
વડોદરા સહિત આખા રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. છાશવારે રખડતા ઢોરના કારણે અકસ્માત કે પછી ઇજાના સમાચાર સામે આવે છે. તેવામાં જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો ત્યાં રખડતા ઢોરનો ત્રાસ એ હદે વધી ગયો છે કે નાગરિકોએ રસ્તે નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. મેયર દ્વારા સતત થઇ રહેલા ઢોર મુકક્ત વડોદરાના ખોટા દાવાઓ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી શહેરના નાગરિકો રખડતા ઢોરના કારણે ઇજાગ્રસ્ત થયાની ઘટનાઓ બની રહી છે. આમ છતા વડોદરાના મેયર આ વાસ્તવિકતા સ્વીકરાવા માટે તૈયાર નથી.
શું કહ્યું પાટીલે?
તેવામાં આજે વડોદરા આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને જ્યારે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ‘રખડતા ઢોર મુદ્દે ફરી અક વખત વડોદરાના મેયરને ટકોર કરી છે. મેં તેમને કહ્યું છે કે રખડતાં ઢોરને કારણે અકસ્માતો થઈ રહ્યા છે હવે તો કાર્યવાહી કરો.’ સાથે જ જ્યારે મેયરના એક નિવેદનને લઇને તેમને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ‘હું કેયુર રોકડીયાને પૂછીશ કે તમારા હાથ કેવી રીતે બંધાયેલા છે? જવાબ આપો.
તેમણે આગળ કહ્યું કે ‘અમે મેયરને ફરી વખત ટકોર કરી છે કે વચ્ચે જે સારું કામ થયું હતું તે ફરી ઝુંબેશ પકડે અને જલ્દીથી આનું નિરાકરણ કરે. શહેરોની અંદર જે ગાયો કે રખડતા ઢોર છે તેમને રોકવા માટે મહાનગરપાલિકાના નિયમોમાં જે જોગવાઇ છે તે પુરતી છે. આ સિવાય જે વધારાનો કાયદો બન્યો હતો કે ગામડાઓમાં પણ જો ગાય રખડતી હોય કે કોઇ ગાય રાખે તે થોડું વધારે પડતું હતું. જેથી અમે મુખ્યમંત્રીને રિક્વેસ્ટ કરી છે કે જે રજૂઆતો આવી છે તેના આધારે આ કાયદામાં ફરી વિચારણા કરવી જોઇએ.’
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નિવેદનનો જવાબ આપતા પાટીલે કહ્યું કે ‘તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, તેમની પાસે શું માહિતી છે અને કોણ કહે છે તેનો જવાબ તો તે પોતે જ આપી શકે. પરંતુ જો તેમની પાસે માહિતી હોય તો એમને સરકારને અને પોલીસને પુરાવા સાથે આપવી જોઇએ. જેથી આવા બનાવો બનતા અટકાવી શકાય. રાજ્યમાં શાંતિ રહે તે દરેક ઇચ્છે છે. ફક્ત નિવેદનો કરવા અને વાતાવરણમાં ભય ઉભો કરવો તે પણ યોગ્ય નથી.’
વડોદરાના મેયરે શું કહ્યું હતું?
કેયુર રોકડીયાએ ગઈકાલે રખડતા ઢોર મુદ્દે પત્રકારો સાથે વાત કરી હતી. આ વાતચીતમાં પોતાની જવાબદારીથી છટકવા તેમણે ઢોર નિયંત્રણ કાયદાનું કારણ આગળ ધર્યુ હતું. તેમણે કહ્યું હતું કે અટકી ગયેલા ઢોર નિયંત્રણ વિધેયકના કારણે મારા હાથ બંધાયેલા છે. મેયરના આ પ્રકારના નિવેદનનો આજે પાટીલે જવાબ આપ્યો હતો.
અગાઉ પણ પાટીલે કરી છે ટકોર
થોડા સમય અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા મેયર કેયુર રોકડીયાને જાહેર મંચ પરથી આ માટે ટકોર કરી હતી. તે સમયે પાટીલે કહ્યું કે ભાઈ કેયુર રોકડીયા તમે ફક્ત વાતો ના કરો તમારા શહેરના નાગરિકોને રખડતાં ઢોરના ત્રાસથી મુક્તિ અપાવો. જો કે વડોદરાના મેયરને પોતાના પ્રદેશ અધ્યક્ષની વાત ગળે ઉતરી હોય તેમ લાગતું નથી. જેના કારણે શેઠની સલાહ ઝાંપા સુધી જેવો ઘાટ સર્જાયો છે. કેયુર રોકડીયા જો પોતાના સર્વે સર્વા એવા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની વાતને ઘોળીને પી જતા હોય તો સામાન્ય નાગરિકની શું સ્થિતિ થતી હશે એ સમજી શકાય તેમ છે.
Advertisement