સુરતમાં સોખડા હરિધામના હરિભક્તો પર થયેલો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો
સોખડા હરિધામ મંદિરની ગાદી અને સત્તાનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. સુરતમાં બે સંતોના જૂથોની ચડસાચડસીમાં હરિભક્તો પર થયેલા હુમલાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. કોર્ટે આ મામલે સુરત પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માંગી ખુલાસો પુછયો છે અને આગામી 27મી જુલાઇ સુધીમાં તપાસ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા પાસેના સોખડા હરિધામ મંદિરમાં સત્તાનો સંઘર્ષ ચરમસીમાએ પ
સોખડા હરિધામ મંદિરની ગાદી અને સત્તાનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. સુરતમાં બે સંતોના જૂથોની ચડસાચડસીમાં હરિભક્તો પર થયેલા હુમલાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. કોર્ટે આ મામલે સુરત પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માંગી ખુલાસો પુછયો છે અને આગામી 27મી જુલાઇ સુધીમાં તપાસ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા પાસેના સોખડા હરિધામ મંદિરમાં સત્તાનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. વિવાદ અગાઉ પણ હાઇકોર્ટમાં પહોંચેલો છે અને તેની પ્રક્રિયા હજું ચાલી રહી છે ત્યારે હરિધામ સોખડાના પ્રબોધ સ્વામી જૂથને સમર્થન કરનાર હરિભક્ત પર સુરતમાં થયેલ હુમલા બાબતે યોગ્ય તપાસની માંગ ઉઠી છે. આ મામલે પણ હાઇકોર્ટમાં અરજી કરાઇ છે.
હાઇકોર્ટમાં કરાયેલી પિટીશનમાં રજૂઆત કરાઇ છે કે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પણ યોગ્ય તપાસ કે આરોપીઓની ધરપકડ નહિ થતાં કોર્ટમાં અરજી કરાઈ છે. હાઇકોર્ટે ઉધના પોલીસ ઇન્સ્પેકટર તેમજ સુરત પોલીસ કમિશનરનો આ અંગે ખુલાસો માંગ્યો છે અને સુરત પોલીસને 27મી જુલાઇ સુધીમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
Advertisement