Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિન તેરે હોંગે ​​ફેરે, મંડપ સજાવશે અને જયમાલા પણ થશે, પણ વરરાજા નહીં આવે

કોઈપણ લગ્નમાં વર-કન્યાની જરૂર હોય છે, પણ અહીં કરીના કપૂરની ફિલ્મ જબવી મેટનોએ ડાયલોગ બંઘબેસે છે મેં અપની ફેવરિટ હું. ગુજરાતના વડોદરામાં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે. જેની ચારે તરફ ચર્ચા છે. શહેરની માફી પોઈન્ટ ખાતે એક યુવતી લગ્ન કરવા જઈ રહી છે. દેશમાં કદાચ આ પ્રકારનો આ પહેલો કેસ હશે જ્યાં લગ્ન તો થશે તેના માટે પૂરા ઉત્સાહ સાથે લગ્નની તૈયારી પણ થઇ રહી છેે પરંતુ આ સમગ્ર લગ્નમાં કોઈ વરરા
બિન તેરે હોંગે ​​ફેરે  મંડપ સજાવશે અને જયમાલા પણ થશે  પણ વરરાજા નહીં આવે
કોઈપણ લગ્નમાં વર-કન્યાની જરૂર હોય છે, પણ અહીં કરીના કપૂરની ફિલ્મ જબવી મેટનોએ ડાયલોગ બંઘબેસે છે મેં અપની ફેવરિટ હું. ગુજરાતના વડોદરામાં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે. જેની ચારે તરફ ચર્ચા છે. શહેરની માફી પોઈન્ટ ખાતે એક યુવતી લગ્ન કરવા જઈ રહી છે. દેશમાં કદાચ આ પ્રકારનો આ પહેલો કેસ હશે જ્યાં લગ્ન તો થશે તેના માટે પૂરા ઉત્સાહ સાથે લગ્નની તૈયારી પણ થઇ રહી છેે પરંતુ આ સમગ્ર લગ્નમાં કોઈ વરરાજા નહીં હોય.
11મી જૂનના રોજ થઇ રહેલાં આ લગ્નમાં એકલી દુલ્હન તરીકે સજેલી ક્ષમા હશે. તે પોતે પોતાની જાતસાથે જ લગ્ન કરવા જઈ રહી છે, જેને 'સોલોગેમી' કહેવામાં આવે છે. આ લગ્ન માટે મંડપને શણગારવામાં આવી રહ્યો છે, ફેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને જયમાળાનું પણ આયોજન કરવામાં આવશે. ગુજરાત અને ભારતમાં કદાચ આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે, જ્યારે કોઈ છોકરી પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી હોય. એટલું જ નહીં પણ હનીમૂનનું પણ પ્લાનિંગ પણ કર્યું છે. લગ્નબાદ તે હનીમૂન માટે ગોવા જશે. 


આ પોતાના માટેનો પ્રેમ બતાવવાનો એક માર્ગ
એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી ક્ષમા બિંદુ સ્વ-લગ્ન વિશે કહે છે કે, તે ક્યારેય લગ્ન કરવા માંગતી નહતી, પરંતુ તે દુલ્હન બનવાના ચોક્કસ માંગતી હતી. તેથી તેણે પોતાની જાત સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું.  ક્ષમાએ કહ્યું કે મેં ઓનલાઈન સર્ચ કર્યું કે દેશમાં કોઈએ પોતે આવા પોતાની જાત સાથે લગ્ન કર્યા છે કે નહીં, પરંતુ મને આવો કોઈ કેસ મળ્યો નથી. આ રીતે મને લાગ્યું કે હું કદાચ દેશની પહેલી છોકરી છું જે પોતાની જાત સાથે લગ્ન કરશે. આ પોતાના માટેનો પ્રેમ બતાવવાનો એક માર્ગ છે. તેણે કહ્યું કે હું મારી જાતને પ્રેમ કરું છું અને તેથી જ હું આ લગ્ન કરી રહી છું.
ક્ષમા એ જણાવ્યું હતું કે દુનિયામાં આ પ્રકારનાં લગ્નો થાય છે જેને SOLOGAMY કહે છે, પરંતુ હજુ સુધી ભારતમાં કોઈ એ આ રીતે લગ્ન કર્યાં નથી , હું મારા જ ઘરમા કંકુ પગલાં કરીને આ પ્રથાનો પ્રારંભ કરવા માગું છું. વધુમાં ક્ષમાએ જણાવ્યું હતું કે લગ્ન બાદ કોઈ યુવતી ભલે બીજાના ઘરની માલકીન કે રાણી કહેવાતી હોય પરંતુ એ સ્ત્રી અંદરોઅંદર શું વેદના ભોગવે છે એ અન્ય કોઈ વ્યક્તિ સમજી કે જાણી શકતું નથી જેથી જ તેમને કોઈ અન્ય વ્યક્તિ કે સમાજના બંધન માં બંધાવાની જગ્યાએ મેં પોતાની જાતને પોતાના માટે જ સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. 


હું મારી જાતને પ્રેમ કરુ છુ તેથી મેં મારી જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું
લગ્નને લઈને છોકરીઓના અલગ-અલગ સપના હોય છે. તેની પણ ઘણી ઈચ્છાઓ હોય છે. દરેક યુવતીની જેમ 24 વર્ષની ક્ષમા બિંદુ પણ તેના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તેના લગ્ન 11 જૂને છે. તેણે પાનેતરથી લઈને પાર્લર અને જ્વેલરી બધું જ બુક કરાવ્યું છે. પરંતુ ખાસ વાત એ છે કે તેની સાથે લગ્ન કરવા માટે કોઈ વર નથી. તે ક્યારેય લગ્ન કરવા માંગતી નહોતી. પરંતુ દુલ્હન બનવાનું તેનું સપનું હતું. તેથી તેણે જાતે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરુ છુ તેથી મેં મારી જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના પરિવારના સભ્યોના વલણ અંગે ક્ષમાએ કહ્યું કે તેઓ ખુલ્લા મનના છે અને મને તેમના તરફથી પૂરો સપોર્ટ અને આશીર્વાદ છે. લગ્ન બાદ ક્ષમાએ પણ હનીમૂન માટે ગોવા જવાનું નક્કી કર્યું છે. સમાજ તેમના માટે શું વિચારે છે તેની તમને પરવા નથી પણ એક વાત ચોક્કસ છે કે શહેરની હિંમતવાન ક્ષમા જે કરવા જઈ રહી છે એને લઈને આ સમાજ પોતાની માનસિકતા બદલવા પ્રેરાશે એ વાત તો નક્કી છે.
Sologamy શું છે?
સોલોગામી અથવા ઓટોગેમીએ વ્યક્તિના પોતાની સાથેના લગ્નનો ઉલ્લેખ કરે છે. સોલોગોમીના સમર્થકો દલીલ કરે છે કે પોતાની જાત સાથે લગ્ન કરવા એ પોતાના મહત્વની પુષ્ટિ કરવી છે. તે સ્વ સુખી જીવન તરફ દોરી જાય છે. તેને સ્વ લગ્ન પણ કહેવામાં આવે છે.

આવા પ્રથમ લગ્ન અમેરિકામાં થયા, 75 મહેમાનો ભેગા થયા
ભારતમાં સોલોગોમીનો આ પહેલો કિસ્સો હોઈ શકે છે, પરંતુ પશ્ચિમી દેશોમાં આ ટ્રેન્ડ શરૂ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે. આવો પહેલો કિસ્સો અમેરિકામાં નોંધાયો હતો, જ્યારે લિન્ડા બાર્કરે 1993માં પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા. તેણે તેના લગ્નમાં 75 મહેમાનોને પણ આમંત્રિત કર્યા હતા અને તમામ વિધિઓ પણ કરવામાં આવી હતી. પોતાની સાથે લગ્ન કરવા અંગે લિન્ડા બાર્કરે કહ્યું, 'તેણે પોતાના માટે કંઈક કરવા જેવું કર્યું છે. તેનો સંદેશએ હતો કે પોતાને ખુશ કરવા માટે કોઈની રાહ જોવાની જરુર નથી વ્યક્તિ પોતાની જાત સાથે ખુશ રહી શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.