Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈન્સ્ટાગ્રામની એક કોમેન્ટે આ શખ્સને અપાવી તાલિબાની સજા

સોશિયલ મીડિયા (Social Media) પર સતત વ્યસ્ત રહેતી આજની યુવા પેઢી માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા શહેરના એક યુવકને ઈન્સ્ટાગ્રામ (Instagram)  પર કૉમેન્ટ કરવાની તાલિબાની સજા મળી છે.આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર પોતાનો સમય પસાર કરતા હોય છે અને સતત તેમાં વ્યસ્ત રહેતા હોય છે. ત્યારે ઘણીવાર જીવનનો મહત્વનો હિસ્સો બનેલું આ સોશિયલ મીડિયા તમને મોટી મુસિબતમાં મુà
11:19 AM Dec 20, 2022 IST | Vipul Pandya
સોશિયલ મીડિયા (Social Media) પર સતત વ્યસ્ત રહેતી આજની યુવા પેઢી માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા શહેરના એક યુવકને ઈન્સ્ટાગ્રામ (Instagram)  પર કૉમેન્ટ કરવાની તાલિબાની સજા મળી છે.
આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર પોતાનો સમય પસાર કરતા હોય છે અને સતત તેમાં વ્યસ્ત રહેતા હોય છે. ત્યારે ઘણીવાર જીવનનો મહત્વનો હિસ્સો બનેલું આ સોશિયલ મીડિયા તમને મોટી મુસિબતમાં મુકી શકે છે તેનો તમને અંદાજો પણ નહીં હોય. વાત છે વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામની. શહેરના કેટલાક યુવાનો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન લાઈવમાં જોડાયેલા ભાયલી ગામના એક યુવક દ્વારા એક કૉમેન્ટ કરવામાં આવી હતી. લાઈવ થયેલા યુવકોને ભાયલીના યુવકની કૉમેન્ટ પસંદ ન આવી અને તેઓ રોષે ભરાયા હતા.
ભાયલીના યુવકની કૉમેન્ટથી નારાજ થયેલા યુવકો દ્વારા તેને અજાણી જગ્યા પર બોલાવવામાં આવ્યો હતો અને અમારા લાઈવમાં ખોટી કૉમેન્ટ કેમ કરે છે ? તેવું કહીં ઢોર માર માર્યો હતો. મહત્વનું છે કે જે સ્થળ પર આ ઘટના બની ત્યાં સતત વાહનચાલકોની અવર જવર ચાલુ હતી. સેકંડો લોકોની અવર જવર વચ્ચે બેખોફ બનેલા યુવકોએ જાણે પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ કૉમેન્ટ કરનાર યુવકને પટ્ટે પટ્ટે ફટકારી રોડ પર ઢસડીને પછાડ્યો હતો.
અજાણ્યા યુવકો દ્વારા ભોગ બનનાર યુવકને તાલિબાની સજા ફટકારાતાં આ યુવક ડઘાઈ ગયો હતો. જનુની બનેલા યુવકો દ્વારા ઢોર માર મારતા આ યુવકને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. મહત્વનું છે કે, ટોળાના મારથી ગભરાયેલા યુવકે પારિવારિક સમસ્યાઓને ધ્યાનમાં રાખી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
મહત્વનું છે કે, હુમલાખોર યુવકોએ મારામારીનો વીડિયો ઉતારી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી અમારા લાઈવમાં જો કોઈ ખોટી કૉમેન્ટ કરે તો આવું થાય. તેવું લખી પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ભોગ બનનાર યુવકનું કાઉન્સિલિંગ કરવામાં આવે અને કાયદાને ઘોળીને પી ગયેલા હુમલાખોર યુવકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી જનમુખે માંગ ઉઠી છે.
આ પણ વાંચો - જે જગ્યાનું અસ્તિત્વ જ નથી તેને 8 થી 36 હજાર રૂપિયા સુધીનો વેરો ફટકારાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CommentGujaratFirstInstgramPunishmentSocialmediataliban
Next Article