Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોતાની કાર ભાડે આપતા પહેલા થઈ જજો સાવધાન

જો તમે કાર માલિક છો અને વધારાની આવક મેળવવા માટે પોતાની કાર ભાડે આપવાનું વિચારી રહ્યા છો તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર ભાડે રાખી માલિકની જાણ બહાર કારને બારોબાર વેચી મારવાનું મસ મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.સતત વધી રહેલી મોંઘવારીના કારણે નાગરિકો વધારાની આવક મેળવવા કઈકને કઈક તરકીબ અજમાવી રહ્યા છે. ત્યારે આવા નાગરિકોની મજબૂરીનો ફા
પોતાની કાર ભાડે આપતા પહેલા થઈ જજો સાવધાન
જો તમે કાર માલિક છો અને વધારાની આવક મેળવવા માટે પોતાની કાર ભાડે આપવાનું વિચારી રહ્યા છો તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર ભાડે રાખી માલિકની જાણ બહાર કારને બારોબાર વેચી મારવાનું મસ મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.
સતત વધી રહેલી મોંઘવારીના કારણે નાગરિકો વધારાની આવક મેળવવા કઈકને કઈક તરકીબ અજમાવી રહ્યા છે. ત્યારે આવા નાગરિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવા માર્કેટમાં એક નહીં પરંતુ સેંકડો ઠગ ટોળકીએ સક્રિય થઈ છે. ત્યારે વડોદરામાં પણ એક ટોળકી દ્વારા કાર ભાડે મૂકી હજારો કમાવવાની લોભામણી જાહેરાત આપી મોટા પ્રમાણમાં નાગરિકો પાસેથી ભાડે કાર રાખી માલિકની જાણ બહાર વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
આજથી થોડાક દિવસો અગાઉ એક નાગરિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, એક સમાચાર પત્રમાં કાર ભાડે આપી લાખોની કમાણી કરોની લોભામણી જાહેરાત આપવામા આવી હતી. જેથી જાહેરાતમાં દર્શાવેલા નંબર પર સંપર્ક કરતા અજાણ્યા ઈસમ દ્વારા કાર ભાડે રાખી તગડું ભાડું કમાવી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. જેથી કાર માલિકે પોતાની કાર ભાડા પટ્ટે ચઢાવી હતી પરંતુ લાંબો સમય થયો છતાં સામે વાળી વ્યક્તિ દ્વારા કારનું ભાડું મૂળ માલિકને ચૂકવવામાં નહોતું આવ્યું અને જ્યારે કાર પરત લેવાની માંગ કરવામાં આવે તો વિવિધ બહાના બતાવવામાં આવતા હતા. જેથી ભોગવનાર નાગરિકને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીની ફરિયાદના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાતા કાર ભાડે મેળવી માલિકની જાણ બહાર બારોબાર વેચી મારવાના મસ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભેજાબાજ ટોળકી દ્વારા એક બે નહીં પણ 100 થી વધુ નાગરિકો પાસેથી કાર ભાડે મેળવી ભાડું નહીં ચૂકવી રાજ્ય બહાર બારોબાર વેચી મારી હોવાનો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે.
ક્રાઇમબ્રાંચ દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં દરોડા પાડી મોટા પ્રમાણમાં ફોર વ્હીલર કાર કબજે કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોપીઓ દ્વારા ગુજરાત તેમજ મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં ભાડે લીધેલી કાર બારોબાર ગીરો મૂકી દેવામાં આવતી હતી અને કારના બદલે મોટી રકમ મેળવી અન્ય શિકારની શોધમાં નીકળી પડતાં હતાં. ત્યારે બંને આરોપીઓ દ્વારા ગીરો મુકેલી આશરે 20 જેટલી કાર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબ્જે લેવામાં આવી છે, જેની કિંમત 87લાખ 95 હજાર થાય છે.
ઉલ્લેખનીય છે કે નાગરિકો પાસેથી કાર ભાડે લઈ બારોબાર વેચી મારવાના આ ખેલમાં મનીષ હરસોરા, રહે. સોમા તળાવ વડોદરા તેમજ દીપક રૈયાણી રહે. કામરેજ સુરત આ બંને ભેજાબાજો દ્વારા 100 થી વધુ નાગરિકો સાથે આ પ્રકારે વિશ્વાસઘાત છેતરપિંડી આચરવામાં આવી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બંને આરોપી આ પ્રકારનો ગુનો આચરવામાં માહેર હોવાથી છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર છે. ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમ બનાવી ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.