Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાની EME સ્કૂલ દ્વારા આઝાદી માર્ચ યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરાની EME સ્કૂલ દ્વારા વિશેષ ઉજવણી કરાઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM) એ ભારતની આઝાદીના 75 વર્ષ અને આપણા લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી છે. આ ઉજવણીમાં  ભારતીય સેના દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. વડોદરાની ટીમ EME સ્કૂલ દ્વારા 15 ઓગસ્ટ 2022ના રોજ વોકેથોન, રન અને સાયક્લોથોન ઈવેન્ટ 'આઝાદી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતà
09:53 AM Aug 17, 2022 IST | Vipul Pandya
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરાની EME સ્કૂલ દ્વારા વિશેષ ઉજવણી કરાઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM) એ ભારતની આઝાદીના 75 વર્ષ અને આપણા લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી છે. આ ઉજવણીમાં  ભારતીય સેના દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. 
વડોદરાની ટીમ EME સ્કૂલ દ્વારા 15 ઓગસ્ટ 2022ના રોજ વોકેથોન, રન અને સાયક્લોથોન ઈવેન્ટ 'આઝાદી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં EME સ્કૂલની મહિલાઓ અને બાળકો સહિત 300 આર્મી કર્મચારીઓએ ભાગ લીધો હતો. આઝાદી માર્ચને  EME સ્કૂલના કમાન્ડન્ટ VSM મેજર જનરલ બિક્રમદીપ સિંઘ દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી અને લગભગ 6 કિલોમીટરના અંતરે યુજેન સ્ટેડિયમ, EME સ્કુલ ખાતે માર્ચનું સમાપન થયું હતું.
   
 "રાષ્ટ્રીય એકતા અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને યુદ્ધ નાયકોને શ્રદ્ધાંજલિ" થીમ પર આ આઝાદી માર્ચનું આયોજન કરાયુ હતું. “હર ઘર તિરંગા” અભિયાનને પ્રોત્સાહન આપવા તમામ વ્યક્તિઓ દ્વારા રાષ્ટ્રધ્વજ વહન કરવામાં આવ્યો હતો. 
Tags :
AzadiMarchEMESchoolGujaratFirst
Next Article