Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહાશિવરાત્રી પહેલા વડોદરાવાસીઓને સુવર્ણ જડિત મહાદેવના દર્શનનો લ્હાવો

મહાશિવરાત્રી પહેલા વડોદરાવાસીઓને સુવર્ણ જડિત મહાદેવના દર્શન સુરસાગર તળાવના મધ્યમાં 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોનાનો ચઢાવ્યો છે ઢોળમહાદેવની સોનેરી મૂર્તિના દર્શન ભક્તો માટે આજથી મૂક્યા ખુલ્લા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રિએ વડોદરાવાસીઓને અર્પણ કરશે સોનેરી મહાદેવની મૂર્તિશિવજીની પ્રતિમાને 12 કરોડના ખર્ચે 17.5 કિલોગ્રામ ચઢાવ્યું છે સોનું ધારાસભ્ય યોàª
મહાશિવરાત્રી પહેલા વડોદરાવાસીઓને સુવર્ણ જડિત મહાદેવના દર્શનનો લ્હાવો
  • મહાશિવરાત્રી પહેલા વડોદરાવાસીઓને સુવર્ણ જડિત મહાદેવના દર્શન 
  • સુરસાગર તળાવના મધ્યમાં 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોનાનો ચઢાવ્યો છે ઢોળ
  • મહાદેવની સોનેરી મૂર્તિના દર્શન ભક્તો માટે આજથી મૂક્યા ખુલ્લા 
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રિએ વડોદરાવાસીઓને અર્પણ કરશે સોનેરી મહાદેવની મૂર્તિ
  • શિવજીની પ્રતિમાને 12 કરોડના ખર્ચે 17.5 કિલોગ્રામ ચઢાવ્યું છે સોનું 
  • ધારાસભ્ય યોગેશ પટેલ અને તેમના ટ્રસ્ટે શિવજીની પ્રતિમાને ચઢાવ્યો છે સોનાનો ઢોળ
વડોદરા (Vadodara) શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ (Sursagar Lake) સ્થિત ભગવાન શિવ સર્વેશ્વર મહાદેવ (Sarveswar Mahadev)ની 111 ફૂટની વિશાળ મૂર્તિને સુવર્ણ જડિત (Gold coated) કરવામાં આવી છે. મહાદેવની આ સોનેરી મૂર્તિના દર્શન ભક્તો કરી શકે તે માટે આજથી મૂર્તિને ફરતે કરાયેલું કપડાનું આવરણ હટાવી દેવાયું છે. ભક્તો સુવર્ણ મઢિત શિવજીની મૂર્તિ જોઇને ગદગદ થઇ ગયા છે. આગામી મહાશિવરાત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અનાવરણ કરશે. 
વડોદરાવાસીઓને સુવર્ણ જડિત મહાદેવના દર્શન કરવાનો લ્હાવો
મહાશિવરાત્રી પહેલા વડોદરાવાસીઓને સુવર્ણ જડિત મહાદેવના દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે. સુરસાગર તળાવ સ્થિત ભગવાન શિવ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની વિશાળ મૂર્તિને સુવર્ણ જડિત કરવામાં આવી છે. શિવજીની પ્રતિમાને 12 કરોડના ખર્ચે 17.5 કિલોગ્રામ સોનું ચઢાવામાં આવ્યું છે. ધારાસભ્ય યોગેશ પટેલ અને તેમના ટ્રસ્ટે શિવજીની આ 111 ફૂટની વિશાળ મૂર્તિ પર સોનાનો ઢોળ ચઢાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રિએ વડોદરાવાસીઓને સોનેરી મહાદેવની મૂર્તિ અર્પણ કરશે.
12 કરોડના ખર્ચે 17.5 કિલોગ્રામ સોનું ચઢાવામાં આવ્યું
શિવરાત્રીએ રાજ્યના મુખ્યમંત્રી વડોદરાના મહેમાન બનશે અને સુરસાગર સ્થિત સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું અનાવરણ કરશે. શિવરાત્રીએ દર વર્ષની પરંપરાની જેમ શિવજી કી સવારી પણ નિકળશે. ભગવાન શિવ પરિવાર સાથે વડોદરા શહેરની નગરચર્યા કરવા નિકળશે. પ્રતાપનગર થી નીકળનારી શિવજી કી સવારી વાડી ન્યાયમંદિર થઈ સુરસાગર પહોંચશે. શિવરાત્રીએ સાંજે 7 કલાકે સુરસાગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શિવજીની મહાઆરતીનું આયોજન કરશે. 
મૂર્તિ ફરતે લગાવાયેલું કાપડનું આવરણ આજે  દુર કરાયું
શિવરાત્રી પૂર્વે સોનેરી મહાદેવની મૂર્તિ ફરતે લગાવાયેલું કાપડનું આવરણ આજે  દુર કરાયું હતું અને તેથી ભક્તો આજથી જ સોનેરી મહાદેવના દર્શન કરી રહ્યા છે. અગાઉ થોડા દિવસ પહેલાં ભારે પવનના કારણે સોનેરી મૂર્તિની ફરતે રહેલું કાપડનું આવરણ હટી ગયું હતું પણ ત્યારબાદ ફરીથી કાપડનું આવરણ લગાવી દેવાયું હતું. આજે ફરી આ આવરણ ખુલ્લુ મુકાયું હતું. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.