ટ્રાફિકથી ધમધમતા રોડ પર રખડતા ઢોર બાદ હવે ઘોડાઓનો ત્રાસ
વડોદરા શહેરના નાગરિકો રખડતા ઢોરોના કારણે પરેશાન છે. તેવામાં હવે નાગરિકોએ વધુ એક મુસીબત વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરમાં હવે રખડતા ઢોર બાદ રખડતા ઘોડાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં જો તમે જવાના હોય તો થોડીક તકેદારી રાખવી પડશે કારણ કે, અહીં રખડતા ઢોરની સાથે હવે રસ્તે રખડતા ઘોડાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે.આમતો પાલતું પ્રાણીઓમાં ઘોડા પà«
07:00 AM Sep 06, 2022 IST
|
Vipul Pandya
વડોદરા શહેરના નાગરિકો રખડતા ઢોરોના કારણે પરેશાન છે. તેવામાં હવે નાગરિકોએ વધુ એક મુસીબત વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરમાં હવે રખડતા ઢોર બાદ રખડતા ઘોડાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં જો તમે જવાના હોય તો થોડીક તકેદારી રાખવી પડશે કારણ કે, અહીં રખડતા ઢોરની સાથે હવે રસ્તે રખડતા ઘોડાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે.
આમતો પાલતું પ્રાણીઓમાં ઘોડા પ્રત્યે દરેકને પ્રેમ હોય પરંતુ જો એ જ ઘોડા રસ્તા પર યમદૂત બનીને સામે આવી જાય તો ?? વડોદરા શહેરનો ભાયલી વિસ્તાર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આ ચર્ચાનું કેન્દ્ર બિંદુ રસ્તે રખડતા ઘોડા છે. વડોદરા શહેરના નાગરિકોએ રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ સહન કર્યો. પાલિકાની નિષ્ફળ કામગીરીના કારણે અનેક નાગરિકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. હાઇકોર્ટની ટકોર બાદ પણ સ્થિતિ જેસે થે તેવી જોવા મળી રહીં છે. તેવામાં વડોદરા પાલિકા સામે ઢોર બાદ હવે રખડતા ઘોડા પકડવાનો પડકાર ઉભો થયો છે.
વાઇરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે અહી ઘોડાઓ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કઈ હદે બેફામ બન્યા છે. વળી એક વિડીયોમાં તો રખડતા ઢોર વાહનોની અવર-જવર વચ્ચેથી દોડતા નજરે પડી રહ્યા છે અને તેની પાછળ ઘોડાઓનું એક ઝુંડ પણ દોડી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારે સ્થાનિક નાગરિકે સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી.
ભાયલી વિસ્તારના નાગરિકો છેલ્લા લાંબા સમયથી રખડતા ઘોડાઓનો ત્રાસ સહન કરી રહ્યા છે. દિવસે તો ઠીક અહી આખી આખી રાત માર્ગ પર રખડતા ઘોડાઓનું જ રાજ હોય છે, ત્યારે ઢોર પકડવામાં નિષ્ફળ પાલિકા હવે રખડતા ઘોડાઓને કેવી રીતે પકડશે તે મોટો સવાલ છે.
Next Article