Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જે જગ્યાનું અસ્તિત્વ જ નથી તેને 8 થી 36 હજાર રૂપિયા સુધીનો વેરો ફટકારાયો

સતત વિવાદોમાં રહેતી વડોદરા મહાનગર પાલિકા વધુ એક વખત વિવાદમાં આવી છે. જે મિલકતોનું અસ્તિત્વ જ નથી તેવી મિલકતોને પાલિકાએ હજારો રૂપિયાનો વેરો ફટકારતાં પાલિકામાં ચાલતા અણઘડ વહીવટ સામે સવાલો ઉઠયા છે.વર્ષ 2016 માં વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ભીમ તળાવના રહીશોને વિસ્તારમાં બગીચો બનાવવાના બહાના હેઠળ બેઘર કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં બગીચાની માંગ ન હોવા à
જે જગ્યાનું અસ્તિત્વ જ નથી તેને 8 થી 36 હજાર રૂપિયા સુધીનો વેરો ફટકારાયો
Advertisement
સતત વિવાદોમાં રહેતી વડોદરા મહાનગર પાલિકા વધુ એક વખત વિવાદમાં આવી છે. જે મિલકતોનું અસ્તિત્વ જ નથી તેવી મિલકતોને પાલિકાએ હજારો રૂપિયાનો વેરો ફટકારતાં પાલિકામાં ચાલતા અણઘડ વહીવટ સામે સવાલો ઉઠયા છે.
વર્ષ 2016 માં વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ભીમ તળાવના રહીશોને વિસ્તારમાં બગીચો બનાવવાના બહાના હેઠળ બેઘર કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં બગીચાની માંગ ન હોવા છતા પાલિકા દ્વારા અહીંથી ઝૂંપડપટ્ટી દૂર કરવા માટે દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. આ વાતને આજે આશરે 6 વર્ષ વિતી ગયા છે. તેવામાં વડોદરા પાલિકા દ્વારા બેઘર બનેલા ગરીબ નાગરિકોને ઘરવેરો ફટકારતાં આ ગરીબ અને લાચાર નાગરીકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે લોકોના મકાનો પાલિકાએ જમીનદોસ્ત કર્યા હવે 6 વર્ષ બાદ આ મકાન માલિકોને વગર મકાન કે મિલકતે પાલિકાએ માતબર રકમનો વેરો ફટકારતા પાલિકાના વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા મહાનગર પાલિકાએ 6 વર્ષ પહેલા તોડેલા મકાનના વેરા બિલ વર્ષ 2022-23માં બજવ્યા છે. ભીમતળાવ વસાહતના 400 લોકોને પાલિકા દ્વારા વેરા બીલ આપવામાં આવ્યા છે.
પાલિકાના અંધેર વહીવટ સામે આજે લોકોએ હાથમાં હજારો રૂપિયાના વેરા બીલ પકડી પોતાનો વિરોધ નોંધાવી પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને વેરાબિલ નહીં ભરવાની કરી જાહેરાત કરી હતી. અહીંના રહીશોને પાલિકાએ 8000 થી 36000 રૂપિયાના  વેરા બિલની બજવણી કરી છે. આ તમામ લોકો ગરીબ છે અને તેમના માટે આટલી મોટી રકમની ભરપાઈ કરવી શક્ય નથી. ત્યારે પાલિકા તમામ વેરા બિલ પરત ખેંચે તેવી લોકોએ માંગ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×