Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્યારેય ન જોઈ હોય તેવી કારો જોવા મળશે વડોદરાના આંગણે, વિન્ટેજ કાર પ્રદર્શનનો પ્રારંભ

કાર રસિકો માટે સારા સમાચાર છે. તમે રસ્તા પર ક્યારેય નહી જોયેલી ઐતિહાસિક કારનું વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં એશિયાનો સૌથી મોટો કાર શો યોજાયો છે અહીં ક્યારેય ન જોઇ હોય તેવી કાર તમને જોવા મળશે.એશિયાનો સૌથી મોટો કાર શોસરકાર દ્વારા પર્યટન સ્થળોને વિકસાવવા તેમજ તેની અંદર છુપાયેલી અદભુત જાણàª
ક્યારેય ન જોઈ હોય તેવી કારો જોવા મળશે વડોદરાના આંગણે  વિન્ટેજ કાર પ્રદર્શનનો પ્રારંભ
કાર રસિકો માટે સારા સમાચાર છે. તમે રસ્તા પર ક્યારેય નહી જોયેલી ઐતિહાસિક કારનું વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં એશિયાનો સૌથી મોટો કાર શો યોજાયો છે અહીં ક્યારેય ન જોઇ હોય તેવી કાર તમને જોવા મળશે.
એશિયાનો સૌથી મોટો કાર શો
સરકાર દ્વારા પર્યટન સ્થળોને વિકસાવવા તેમજ તેની અંદર છુપાયેલી અદભુત જાણકારી નાગરિકો સુધી પહોંચે તેના માટે અવારનવાર વિવિધ કાર્યક્રમો યોજી પર્યટન સ્થળોને વિકસાવવા અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલાનગરી અને ઐતિહાસિક નગરીનો વારસો ધરાવતા વડોદરા શહેરમાં એશિયાનો સૌથી મોટો કાર શો યોજવામાં આવ્યો છે.
200થી વધુ વિન્ટેજ કારો
શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી વિશાળ વીન્ટેજ કાર શોનું આયોજન કરાયું છે. જેમાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે એશિયાની 200થી વધુ વિન્ટેજ કાર પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.
1937ની કાર
દિલ્લીથી આવેલા આશિષ જૈન પાસે જે કાર છે એ લગભગ તમે જોઈ હશે કારણ કે આ કારનો ઉપયોગ બોલીવુડની એક ફિલ્મમાં કરવામાં આવ્યો હતો. રોલ્સ રોયસ કંપનીની આ કારના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ કાર વડોદરાના મહારાણી ચિમના બાઈએ વર્ષ 1937માં ઇંગ્લેન્ડથી ખરીદી હતી. એ સમયે જો કાર તૈયાર કરવી હોય તો અન્ય દેશમાં જવું પડતું હતું જેથી મહારાણી ચીમના બાઈએ ફ્રાન્સમાં આ કારની બોડી બનાવડાવી હતી ત્યાર બાદ તેમને 20 વર્ષ આ કારને વાપરી હતી ત્યાર બાદ મહારાણી એ ફિલ્મ અભિનેતા અશોક કુમારને કાર ગિફ્ટ આપી હતી શતરંજ મૂવીમાં આ કારનો ઉપયોગ કરાયો હતો ત્યાર બાદ અશોક કુમાર દ્વારા દિલ્લીના તેમના એક મિત્રને આ કાર ગિફ્ટમાં આપવામાં આવી હતી. દિલ્લી ખાતે તેમના બંગલા બહાર આ કાર ધૂળ ખાઈ રહી હતી જેથી આશિષ જૈન દ્વારા આ કાર ખરીદવામાં આવી હતી અને ભારે જહેમત બાદ કારને રિસ્ટોર કરાઈ હતી.
1962માં 43 હજારમાં ખરીદી હતી
વડોદરામાં યોજાયેલા વિન્ટેજ કાર પ્રદર્શનમાં અમદાવાદથી આવેલા સનત સોધનજીએ જણાવ્યું હતું કે, તેમને વર્ષ 1962માં 43 હજારમાં ખરીદી હતી. ફિન શેપ કાર ખરીદી હતી. આ કાર આખા દેશ માં માત્ર તેમની પાસેજ છે તેઓ આ કારને પોતાના દીકરાની જેમ સાચવે છે. જ્યારે તેઓ કાર લઈને રસ્તા પર નીકળે છે ત્યારે લોકો કાર સાથે ફોટો ક્લિક કરવા માટે તેમને આંતરી લે છે. નાગરિકો આ ફિન શેપ એટલે કે માછલીના આકારવાળી કાર જોઈને આશ્ચર્ય ચકિત થઈ જાય છે.
દેશ-વિદેશની કારો
વડોદરામાં યોજાયેલા વિન્ટેજ કાર પ્રદર્શનીમાં સૌથી જૂની કાર 1902ની છે આ પ્રદર્શનમાં 1948ની બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ, 1932ની લોન્સિયા અસ્ટ્રા પિનિનફેરિના, 1930ની કેડિલેક વી-16, 1928ની ગાર્ડનર વગેરે કાર મૂકવામાં આવી છે. હેરિટેજ કાર્સમાં અમેરિકા, સ્વિટઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સથી આવેલી કાર્સ સામેલ છે.
સૌથી જુની કાર
જેમાં વેટરન અને એડવાર્ડિયન ક્લાસની દુર્લભ કાર જેમાં કોન્ફોર્સમમાં ભાગ લેતી સૌથી જૂની કાર 1902ની છે. આ કેન્ફોર્સમાં યુદ્ધ પહેલાની અમેરિકન, યુરોપિયન તેમજ વિશ્વ યુદ્ધ બાદની રોલ્સ રોયસ અને બેન્ટલી વિન્ટેજ બ્યુટીઝ, પ્લોબોય કાર, બોલિવુડ, ટોલિવુડ, મોલિવુડ અને ઘણી બધી સ્પેશિયલ કારનો સમાવેશ થાય છે.આ હેરિટેજ કાર પ્રદર્શનમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં આજથી 3 દિવસ સુધી જાહેર જનતા માટે આ વિન્ટેજ પ્રદર્શન ખુલ્લું રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.