Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરામાં પોલીસ કર્મી નશામાં ધૂત બનીને રસ્તા પર જ આડો પડ્યો, વાયરલ થયો વીડિયો

વડોદરા (Vadodara)માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા અને ત્યારે જ વડોદરા પોલીસનો એક જવાન (Policeman) દારુના નશામાં મદમસ્ત થઇને ફૂટપાથ પર પડેલો હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર શરમમાં મુકાયું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોથી પોલીસ તંત્રની આબરુના ધજાગરા ઉડી ગયા હતા.પોલીસ કર્મચારી નશામાં ધૂત બનેલો હોવાનું જોવા મળ્યુંરાજ્યમાં દારુબંધીના પોકળ દાવાઓ વચ્ચે વડ
11:39 AM Jan 28, 2023 IST | Vipul Pandya
વડોદરા (Vadodara)માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા અને ત્યારે જ વડોદરા પોલીસનો એક જવાન (Policeman) દારુના નશામાં મદમસ્ત થઇને ફૂટપાથ પર પડેલો હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર શરમમાં મુકાયું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોથી પોલીસ તંત્રની આબરુના ધજાગરા ઉડી ગયા હતા.
પોલીસ કર્મચારી નશામાં ધૂત બનેલો હોવાનું જોવા મળ્યું
રાજ્યમાં દારુબંધીના પોકળ દાવાઓ વચ્ચે વડોદરામાં ખુદ પોલીસ કર્મચારી નશામાં ધૂત બનેલો હોવાનું જોવા મળ્યું છે. શહેરના પ્રતાપનગર બ્રિજ પાસે ઓએનજીસી જવાના રસ્તાના છેડા પર ફૂટપાથ પર એક પોલીસ કર્મચારી નશામાં ધૂત થઇને પડ્યો હતો. સ્થાનિક લોકો આ પોલીસ કર્મીને જોતાં જ સમજી ગયા હતા કે પોલીસ કર્મી રાજાપાઠમાં છે. તેની નેઇમ પ્લેટ પર રાજેશ મગનભાઇ વસાવા હોવાનું લખેલું હતું. લોકોએ તેની સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. 

પોલીસ કર્મી પર લોકોએ કર્યું થૂ..થૂ..
ભેગા થયેલા લોકોએ પોલીસ કર્મીને પાણી પીવડાવી ઘેર રવાના કર્યો હતો. આ ઘટનાથી લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. દારુબંધીનો અમલ કરાવતી પોલીસ ખુદ જાહેરમાં નશામાં ધૂત બનીને પડ્યો રહે તે જોઇને લોકો પણ પોલીસ કર્મી પર થૂ થૂ કરી રહ્યા હતા. 
પોલીસ તંત્રની બદનામી 
નશામાં ફૂટપાથ પર આડા પાડેલા પોલીસ જવાનના વાયરલ વીડિયોથી પોલીસ તંત્રની બદનામી થઈ છે. વાસ્તવમાં મુખ્યમંત્રી આજે વડોદરાની મુલાકાતે હતા અને આ પોલીસ કર્મી પોતાની ડ્યુટી બજાવીને દારુ પીવા જતો રહ્યો હતો અને ત્યારબાદ નશામાં ધૂત બનેલા આ કર્મીનો સોશિયલ મીડિયામાં  જોવા મળ્યો હતો.
આ પણ વાંચો---ડભોઇ તાલુકાના બોરબાર ગામ પાસેથી પશુ ભરેલો ટેમ્પો ઝડપાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AlcoholGujaratFirstPolicemanVadodaraVadodaraPolice
Next Article