વડોદરાના નંદેસરી GIDCમાં દીપક નાઇટ્રેટ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગ
વડોદરા નંદેસરી GIDCની દિપક નાઇટ્રેટ ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે મોટી આગની દુર્ઘટના સર્જાઇ છે. આ વિસ્ફોટના ધડાકા 15 કિ.મી. દૂર સુધી ધડાકા સંભળાયા હતાં. આગની ગંભીરતા જોતાં બ્રિગેડકોલ અપાયો છે. હાલમાં 15 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યાં છે. સાથે જ આસપાસના હાઇવેને પણ સમય સૂચકતા દાખવીને બંધ કરી દેવાયો છે. હાલમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. ઘટના બાદ વડોદરા કલેક્ટરે ગુજરાત ફર્સ્ટ ન્યુàª
02:29 PM Jun 02, 2022 IST
|
Vipul Pandya
વડોદરા નંદેસરી GIDCની દિપક નાઇટ્રેટ ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે મોટી આગની દુર્ઘટના સર્જાઇ છે. આ વિસ્ફોટના ધડાકા 15 કિ.મી. દૂર સુધી ધડાકા સંભળાયા હતાં. આગની ગંભીરતા જોતાં બ્રિગેડકોલ અપાયો છે. હાલમાં 15 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યાં છે. સાથે જ આસપાસના હાઇવેને પણ સમય સૂચકતા દાખવીને બંધ કરી દેવાયો છે. હાલમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. ઘટના બાદ વડોદરા કલેક્ટરે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી હતી. વડોદરા કલેક્ટરે નિવેદન આપતા જણાવ્યું હતું કે નજીકનાં 2 પરા ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. રઢીયાપુરા અને દામાપુરા ગામ ખાલી કરાવાયા છે. 700 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી
વડોદરાના નંદેસરી GIDCમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે સાંજે બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા છે. તેનાથી જ આગ કેટલી ભયાવહ હશે તેનો અંદાજ લાગાવી શકાય છે. આગ પર કાબૂ મેળવવા તાબડતોડ વડોદરા ફાયર બ્રિગેડના 15 જેટલાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આ વિકરાળ આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી કરી રહ્યાં છે. આગની ઘટના હાલમાં કેટલી જાનહાનિ કે ઇજા અંગે કોઇ માહિતી સામે આવી નથી.
ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો
ફાયરબ્રિગેડ દ્વારા દિપક નાઇટ્રેટમાં લાગેલી આગની ભયાનકતા જોતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ધડાકા સાથે અગન જ્વાળાઓ દેખાઇ રહી છે. કંપની બહાર મોટી સંખ્યામાં ઇમરજન્સી હેલ્પ માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રાખવામાં આવ્યા છે.બ્લાસ્ટ થતાં લોકો રોડ પર દોડવા લાગ્યા હતાં.
ધડાકા 10થી 15 કિમીના વિસ્તારમાં સંભળાયા
વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં કામગીરી દરમિયાન એક પ્લાન્ટનું બોઇલર ફાટ્યું હતું જેના કારણે એક પછી એક એવા 8 ધડાકા થયા હતા અને આ ધડાકા આજુબાજુના 10થી 15 કિમીના સુધી સંભળાયા હતાં. જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારે ધડાકા સાથે લાગેલી ભીષણ આગના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. હાલમાં ભીષણ આગ જોતાં આ આગ વધુ રુદ્ર રૂપ ધારણ ન કરે તે માટે ફાયરબ્રિગેડે આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઇટરોની મદદ લીધી છે .
Next Article