વન્ય જીવોના ધીકતો વેપાર પર જીવદયા કાર્યકરોનો વનવિભાગને સાથે રાખી દરોડો, 27 ઝડપાયા
દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના ગામોમાં વન્ય જીવોનો ધીકતો વેપાર ચાલતો હોવાની વિગતોને પગલે વડોદરાના જીવદયા કાર્યકરોએ વનવિભાગને સાથે રાખી દરોડા પાડી વાઘના ચામડા, દીપડાના ચામડા, ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા 27 જણાને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.27 ઝડપાયાવલસાડ અને ડાંગ વિસ્તારમાં કેટલીક ટોળકી વન્યજીવોના સોદા કરી રહી હોવાની અને ફોરેસ્ટ વિભાગથી બચવા માટે મહારાà
01:12 PM Dec 27, 2022 IST
|
Vipul Pandya
દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના ગામોમાં વન્ય જીવોનો ધીકતો વેપાર ચાલતો હોવાની વિગતોને પગલે વડોદરાના જીવદયા કાર્યકરોએ વનવિભાગને સાથે રાખી દરોડા પાડી વાઘના ચામડા, દીપડાના ચામડા, ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા 27 જણાને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
27 ઝડપાયા
વલસાડ અને ડાંગ વિસ્તારમાં કેટલીક ટોળકી વન્યજીવોના સોદા કરી રહી હોવાની અને ફોરેસ્ટ વિભાગથી બચવા માટે મહારાષ્ટ્રની બોર્ડરમાં તેઓ ચાલ્યા જતા હોવાની વિગતોને પગલે છેલ્લા છ મહિનાથી વડોદરાની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરો વોચમાં હતા. કાર્યકરોએ તેમને જેમ જેમ માહિતી મળી તેમ ફોરેસ્ટ વિભાગની ટીમો સાથે તબક્કાવાર દરોડા પાડી વન્યજીવોને મારીને વેચવાનું મોટું રેકેટ ઝડપી પાડયું હતું. તેમણે કુલ 27 આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમની સામે હાલમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
જુદાં-જુદાં દરોડા
વલસાડ જિલ્લાના ધરમપુર, માંડવી, ડાંગ અને નર્મદા જિલ્લાના સેલંબા ખાતે પકડાયેલા આરોપીઓ પાસેથી વાઘના બે ચામડાં તેમજ દીપડાનું એક ચામડું મળી આવ્યા હતા.જ્યારે, જુદી-જુદી પ્રજાતિના પાંચ ઘુવડ, બે આંધળી ચાકરણ અને દીપડાના અવશેષો પણ કબજે લેવામાં આવ્યા હતા.ફોરેસ્ટ વિભાગ અને કાર્યકરોએ જુદા જુદા સમયે દરોડા પાડી કબજે કરેલા વન્યજીવોની વિગતો આ મુજબ છે.
વન્ય જીવોના નામ સ્થળ અને સંખ્યા
- વાઘનું ચામડું ,માંડવી, સુરત 4
- વાઘનું ચામડું ,કાલીબેલ, ડાંગ 5
- દીપડાનું ચામડું ,ધરમપુર, અને હાડકાં,વલસાડ
- 3 ઘુવડ,ધરમપુર
- 2 આંધળી ચાકરણ,સેલંબા, નર્મદા માંથી 4
- એક ઘુવડ ખાટા, ધરમપુર માંથી 2
- એક ઘુવ, નિર્પણ, ધરમપુર માંથી 2
ઉપયોગ પ્રમાણે પ્રાણીઓ વેચતા
વન્યજીવોનો સોદો કરતી ગેંગ દ્વારા રૂપિયાનો વરસાદ કરવા માટે તેમજ તાંત્રિક વિધિ માટે વન્યજીવોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, વન્યજીવોનો સોદો કરતી ગેંગ દ્વારા જુદાં-જુદાં કારણોસર જીવોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પૈકી દીપડાનું ચામડું મહારાષ્ટ્રના એક મહારાજને તેમની ગાદી પર મુકવા માટે ભાડે આપ્યું હતું.
છટકા ગોઠવી પકડ્યા
પરંતુ ત્યારબાદ ટોળકીએ ગ્રાહકને શોધવા માંડતા ફોરેસ્ટ વિભાગના છટકામાં તેઓ પકડાઇ ગયા હતા. વન્યજીવોના સોદા કરનાર ગેંગ પાસે મળેલું વાઘનું ચામડા પર પ્રિન્ટિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. જેથી વાઘનું ચામડું અસલ છે કે નહિં તેની તપાસ માટે દહેરાદુન ફોરેન્સિક લેબોરેટરીની મદદ લેવામાં આવી છે.
Next Article