Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

... અને ક્ષમા બિંદુએ પોતાની સાથે લગ્ન કરી લીધા, વરરાજા વગર લીધા ફેરા, જુઓ વિડીયો અને તસવીરો

પોતાની સાથે જ લગ્ન કરવાની વાતને લઇને ચર્ચા અને વિવાદમાં આવેલી વડોદરાની ક્ષમા બિંદુએ બુધવારે લગ્ન કરી લીધા છે. આ લગ્ન આમ તો સામાન્ય લગ્ન જેવા જ હતા. લાલ કપડા, હાથમાં મહેંદી સાથે દુલ્હનની માફક તૈયાર થયેલી 24 વર્ષની ક્ષમા બિંદુએ પોતાની જાતે જ સેથામાં સિંદુર ભર્યો હતો. આ સિવાય પોતાની જાતને જ મંગળસૂત્ર પણ પહોરાવ્યું. ખાલી આ લગ્નમાં વરરાજા અને પંડિતજી નહોતા. એટલે કે પોતે જ દુલ્હન અને પોતà«
    અને ક્ષમા બિંદુએ પોતાની સાથે લગ્ન કરી લીધા  વરરાજા વગર લીધા ફેરા  જુઓ વિડીયો અને તસવીરો
પોતાની સાથે જ લગ્ન કરવાની વાતને લઇને ચર્ચા અને વિવાદમાં આવેલી વડોદરાની ક્ષમા બિંદુએ બુધવારે લગ્ન કરી લીધા છે. આ લગ્ન આમ તો સામાન્ય લગ્ન જેવા જ હતા. લાલ કપડા, હાથમાં મહેંદી સાથે દુલ્હનની માફક તૈયાર થયેલી 24 વર્ષની ક્ષમા બિંદુએ પોતાની જાતે જ સેથામાં સિંદુર ભર્યો હતો. આ સિવાય પોતાની જાતને જ મંગળસૂત્ર પણ પહોરાવ્યું. ખાલી આ લગ્નમાં વરરાજા અને પંડિતજી નહોતા. એટલે કે પોતે જ દુલ્હન અને પોતે જ વરરાજા.
Advertisement

મહેંદી, હલ્દીથી લઇને ફેરાની પણ વિધિ થઇ
ક્ષમા બિંદુ દેશની પહેલી એવી મહિલા છે કે જેણે આ પ્રકારે પોતાની સાથે જ લગ્ન કર્યા હોય. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ક્ષમાના ઘર પર તેના લગ્ન યોજાયા હતા. આ લગ્ન લગભગ 40 મિનિટ સુધી ચાલ્યા હતા. જેમાં તેના પરિવાર અને મિત્રો જોડાયા હતા. ક્ષમાના મિત્રોએ તેને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું છે. મહેંદી, હલ્દીથી લઇને ફેરાની પણ વિધિ યોજાઇ હતી. એટલે કે ક્ષમાએ પોતાની જાતને આપેલું વચન પુરુ કર્યુ.
વિવાદથી બચવા વહેલા લગ્ન કરી લીધા
પહેલા ક્ષમા બિંદુ 11 જુનના દિવસે લગ્ન કરવાની હતી. જો કે વિવાદથી બચવા માટે તેણે ત્રણ દિવસ પહેલા જ એટલે કે 8મી જુને લગ્ન કરી લીધા છે. જ્યારથી તેણે આ રીતે લગ્ન માટેની જાહેરાત કરી છે ત્યારથી કેટલક લોકો દ્વારા તેનો વિરોધ પણ થઇ રહ્યો હતો. ત્યાં સુધી કે તેના પડોશીઓએ પણ આ વાતનો વિરોધ કર્યો હતો. જેથી ક્ષમાને ડર હતો કે કદાચ 11 તારીખે તેના ઘરે આવીને લોકો વિવાદ ના ઉભો કરે. ક્ષમાએ કહ્યું કે તે પોતાના લગ્નનો ખાસ દિવસ ખરાબ કરવા નહોતી માંગતી. માટે તેણે ગઇકાલે છુપી રીતે લગ્ન કરી લીધા છે. 

પંડિતજીએ ના પાડી તો ડિજિટલ મંત્રો સાાથે લગ્ન
પહેલા ક્ષમા બિંદુ મંદિરમાં લગ્ન કરવાની હતી. જો કે વિરોધ બાદ તેણે ઘરમાં લગ્ન કરવાનો નિર્ણ લીધો. આ પ્રકારના લગ્ન કરાવવા માટે પંડિતજીએ પણ ના પાડી હતી. ત્યારબાદ ડિજિટલ મંત્રો સાથે ક્ષમાએ લગ્ન કર્યા છે. લગ્ન બાદ બધાએ ગરબા અને ડાન્સ કરીને ઉજવણી પણ કરી હતી. આ લગ્નની બીજી ખાસ વાત એ હતી કે લગ્ન બાદ કન્યાએ પોતાનું ઘર નહોતું છોડવું પડ્યું.
Advertisement
Tags :
Advertisement

.