Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

10 વર્ષીય યુવા મલ્લખંભ ખેલાડી શૌર્યજીતને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત થયો

ગુજરાત માટે આજે વધુ એક ગૌરવની ક્ષણ આવી છે કારણ કે વડોદરાનાં શૌર્યજીત ખૈરેને વર્ષ 2023નો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આજે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજિત પ્રતિષ્ઠીત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે શૌર્યજીતને આ ગૌરવશાળી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. વડોદરાનાં માંજલપુર વિસ્તારમાં રહેતો 10 વર્ષીય શૌર્યજીત દેશનો સૌથી નાની વયનો મ
10 વર્ષીય યુવા મલ્લખંભ ખેલાડી શૌર્યજીતને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત થયો
ગુજરાત માટે આજે વધુ એક ગૌરવની ક્ષણ આવી છે કારણ કે વડોદરાનાં શૌર્યજીત ખૈરેને વર્ષ 2023નો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આજે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજિત પ્રતિષ્ઠીત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે શૌર્યજીતને આ ગૌરવશાળી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. વડોદરાનાં માંજલપુર વિસ્તારમાં રહેતો 10 વર્ષીય શૌર્યજીત દેશનો સૌથી નાની વયનો મલખંભ ખેલાડી હોવાનું બહુમાન ધરાવે છે.
પીએમ મોદી પણ શૌર્યજીતનાં મુરીદ
તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ 36મી નેશનલ ગેમ્સમાં શૌર્યજીતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો કે આટલી નાની વયે મલખંભનાં કઠિન દાવ કરી શૌર્યજીતે સૌ કોઇને અચંબિત કરી દીધાં હતાં. નેશનલ ગેમ્સમાં શૌર્યજીતનાં આ શ્રેષ્ઠ દેખાવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પોતાનાં મુરિદ બનાવી દીધાં હતા. શૌર્યજીતનાં ફેન બની ગયેલાં પીએમ નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબર 2022 નાં રોજ ટ્વીટ કરી શૌર્યજીતનાં ભરપુર વખાણ કર્યા હતાં.. પોતાનાં ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું, 'વોટ અ સ્ટાર શૌર્યજીત ઇઝ'.
પિતાનાં અવસાન આઘાત વચ્ચે નેશનલ ગેમ્સમાં રમ્યો
સપ્ટેમ્બર 2022 માં નેશનલ ગેમ્સ શરૂ થવાની હતી.. શૌર્યજીત તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો.. તે દરમ્યાન જ તેનાં પિતા રણજીત ખૈરે બિમાર પડતાં અચાનક તેમનું મૃત્યુ થયું હતું.. પિતા રણજીતભાઇ શૌર્યજીતનાં ગુરૂ અને તેનાં ઉજ્જવળ ભવિષ્યનાં માર્ગદર્શક હતાં.. તેમનાં અચાનક અવસાનથી 10 વર્ષનાં શૌર્યજીતનાં બાળ માનસને આઘાત લાગ્યો હતો.. તે તૂટી પડ્યો હતો.. છતાં તેનાં મમ્મી અને પરિવારજનો તેમજ તેનાં કોચ સહિતનાં સ્વજનોએ તેને હૂંફ આપી અને નેશનલ ગેમ્સમાં રમવા માટે પ્રેરિત કર્યો.. પિતાનાં અવસાનનાં આઘાત વચ્ચે પણ શૌર્યજીત નેશનલ ગેમ્સમાં રમ્યો.. નેશનલ ગેમ્સમાં રમતી વખતે શૌર્યજીત પિતાનાં દશમાની વિધિ માટે ઘરે પણ આવ્યો હતો.. આ તમામ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મલખંભનાં એકથી એક અચંભીત કરતાં દાવથી બ્રોન્ઝ મેડલ જીત્યો.. આ મેડલ તેને પોતાનાં પિતાને સમર્પિત કર્યો.
'શૌર્ય' ગાથા પાછળ જુમ્માદાદા વ્યાયામ શાળાનો ફાળો
ગાયકવાડી સમયમાં સ્થપાયેલી વડોદરાની દોઢસો વર્ષ જુની જુમ્માદાદા વ્યાયામ શાળાનો શૌર્યજીતની 'શૌર્ય' ગાથા પાછળ સિંહફાળો રહ્યો છે.. શૌર્યજીતે મલખંભનાં. આ મંત્રમુગ્ધ કરતાં દાવ જુમ્મા દાદા વ્યાયામ શાળામાં શિખ્યા.. ત્યાંનાં કુશળ પ્રશિક્ષકો અને કોચનાં બહોળા અનુભવની છત્રછાયા હેઠળ 10 વર્ષની નાની ઉંમરે પણ શૌર્યજીતે મલખંભમાં એવી કુશળતા હાંસલ કરી કે રાષ્ટ્રીય સ્તરે તેનાં આ શ્રેષ્ઠ પ્રદર્શનથી સૌ કોઇ અચંભિત છે.. ગાયકવાડી સમયમાં વડોદરા એ દેશની રમતોની રાજધાની ગણાતી હતી.. જેમાં જુમ્માદાદા વ્યાયામ શાળા જેવી અનેક પ્રશિક્ષક સંસ્થાઓનો ફાળો છે.. જુમ્મા દાદા વ્યાયામ શાળાએ અત્યાર સુધી 200 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં મલખંભ ખેલાડીઓ તૈયાર કર્યા છે.. 10 વર્ષનો શૌર્યજીત તેનો હાલનો ઝળહળતો સિતારો છે.
હવે મલખંભની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પર નજર
નેશનલ ગેમ્સમાં 10 વર્ષની નાની વયે મલખંભ જેવી કઠિન રમતમાં પોતાનું અદભુત ટેલેન્ટ બતાવીને દેશને મંત્રમુગ્ધ કરનાર રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતા શૌર્યજીતની નજર હવે મલખંભનાં ઇન્ટરનેશનલ મેડલ પર છે.. તેનો આગામી લક્ષ્યાંક આંતરરાષ્ટ્રીય સ્તરે મલખંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ગોલ્ડ મેડલ મેળવી દેશને ગૌરવ અપાવવાનો છે.. સાથે જ ભારતની આ શરીર શૈષ્ઠવની શ્રેષ્ઠ દેશી રમતને વિશ્વભરમાં પ્રચલિત કરી રમતવીરોને મલખંભ પ્રત્યે પ્રેરિત કરવાનું સપનું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.