Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં BMW કાર બની યમદૂત, મહિલાનું મોત

વડોદરા (Vadodara) શહેરના અકોટા મુજમહુડા રોડ પર રવિવારની રાત્રે વૈભવી કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં મહિલાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.BMW કારે બાઈક પર સવાર આ દંપતીને અડફેટે લીધા પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના અકોટા વિસ્તારના સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાઝ અહેમદ શેખ તેમની પત્ની સાથે તાંદલજા વિસ્તારમાં રહેતા પોતાના સબંધીના ઘરે જવા માટે નીકળ્યા હતા.રà
વડોદરામાં  bmw કાર બની યમદૂત  મહિલાનું મોત
વડોદરા (Vadodara) શહેરના અકોટા મુજમહુડા રોડ પર રવિવારની રાત્રે વૈભવી કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં મહિલાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.
BMW કારે બાઈક પર સવાર આ દંપતીને અડફેટે લીધા 
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના અકોટા વિસ્તારના સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાઝ અહેમદ શેખ તેમની પત્ની સાથે તાંદલજા વિસ્તારમાં રહેતા પોતાના સબંધીના ઘરે જવા માટે નીકળ્યા હતા.રવિવારની રાત્રે તેઓ અકોટા થી મૂજમહુડા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન મૂજમહુડા તરફ થી પૂરફાટ ઝડપે આવેલી BMW કારે બાઈક પર સવાર આ દંપત્તિ ને પોતાની અડફેટે લેતા અયાઝ શેખ અને તેમના પત્ની શાહીન બેનને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પોહચી હતી
મહિલાનું મોત
યમદૂત બનીને આવેલી BMW કારે ટ્રાફિક થી ધમધમતા અકોટા મુજમહુડા રોડ પર બાઈક સવાર દંપત્તિને અડફેટે લેતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા એકત્રિત થયા હતા. અકસ્માત ના સ્થળેથી પસાર થઈ રહેલા રાહદારીઓ દ્વારા અકસ્માતની જાણ પોલીસ તથા એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી જેથી અકસ્માત માં ઈજાગ્રસ્ત આ દંપત્તિ ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન શાહીન બેનનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
પોલીસે કાર ચાલકની અટકાયત કરી
ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલી જે.પી.રોડ પોલીસે કાર ચાલક સહિત ચાર લોકો ની અટકાયત કરી હતી.પોલીસ તપાસમાં કાર ચાલક શહેરના  માણેજા વિસ્તારનો સ્નેહલ જીજ્ઞેશ ભાઈ પટેલ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.સૂત્રો ના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ પોતે કાર ના શો રૂમ માં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે.જે BMW કાર નો અકસ્માત સર્જાયો હતો તે કાર શો રૂમ માં પાસિંગ માટે આવી હતી. સ્નેહલ પટેલ શો રૂમ માં આવેલી ગ્રાહક ની કાર લઈને પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળ્યો હતો.દરમિયાન અકોટા મુજમહુડા રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
કાર ચાલકે નશો કર્યો હોવાની તપાસ 
ગ્રાહક ની BMW કાર લઈ મિત્રો સાથે ફરવા નીકળેલો સ્નેહલ પટેલ અને તેના ત્રણ મિત્રો નશો કરેલી હાલત માં જણાઈ આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.ત્યારે જે.પી.રોડ પોલીસે કાર ચાલક સ્નેહલ પટેલ, વિશાલ મોરે, સદ્દામ શેખ,મકસુદ સિંધા સામે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે તપાસ શરુ કરી 
ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક સ્નેહલ પટેલ અને તેના મિત્રો દ્વારા દારૂની મેહફીલ માનવામાં આવી હતી ત્યાર બાદ આ ચારેય મિત્રો કાર લઈને શહેરમાં લટાર મારવા માટે નીકળ્યા હતા ત્યારે આ ચારેય યુવકો દ્વારા કાર માં જ દારૂની મેહફીલ માણવામાં આવી હતી કે પછી અન્ય સ્થળે ? તે દિશામાં તપાસ કરવાની જે.પી પોલીસે તસદી સુધ્ધા લીધી નથી.ત્યારે પોલીસ દ્વારા અકસ્માત સર્જી મહિલાનો ભોગ લેનાર કાર ચાલક સ્નેહલ પટેલ સહિત ચારને છાવરવામાં આવી રહ્યા હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. 
શું કહ્યું પોલીસે?
સમગ્ર ઘટના મામલે ડીસીપી અભય સોનીએ આરોપીઓની  પૂછપરછ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે  મુંબઈ રહેતા જગદીશ માળીએ કાર રાયપુર ખાતેથી ખરીદી હતી.રાયપુર થી ખરીદેલી કારનું સેલવાસ ખાતે પાસિંગ કરાવવાનું હતું અને ચારેય આરોપીઓને છાણી ખાતેથી કાર આપવામાં આવી હતી.અકસ્માતના આ બનાવ બાદ ટેક્ષ ચોરી નું કોભાંડ બહાર આવવાની શક્યતા છે. તેમણે કહ્યું કે  ચારેય આરોપીઓ નશાની હાલતમાં હતા.  પોલીસે કાર માલિક અને કાર લઇ આવનારને પણ  તપાસાર્થે બોલાવ્યા હતા. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.