ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાનો ભાસ્કર ચૌધરી પેપરલીક કૌંભાડનો સુત્રધાર કે માત્ર પ્યાદુ?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 12 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા અને હૈદરાબાદ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે. ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનામાં બિહારના શખ્સોની ભૂંડી ભૂમિકા બહાર આવી છે. વડોદરાનો ભાસ્કર ચૌધરી પેપરલીક કૌંભાડનો સુત્રધાર કે માત્ર પ્યાદુ છે તેàª
06:19 AM Jan 29, 2023 IST | Vipul Pandya
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 12 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા અને હૈદરાબાદ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે. ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનામાં બિહારના શખ્સોની ભૂંડી ભૂમિકા બહાર આવી છે. વડોદરાનો ભાસ્કર ચૌધરી પેપરલીક કૌંભાડનો સુત્રધાર કે માત્ર પ્યાદુ છે તેવી ચર્ચા ચાલી રહી છે. 

ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી સ્ટેક વાઇસ ટેકનોલોજીઝના મુખ્ય સંચાલક
પોલીસ તપાસમાં જણાયું છે કે ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી સ્ટેક વાઇસ ટેકનોલોજીઝના મુખ્ય સંચાલક છે અને બંને મુળ બિહારના છે. છેલ્લા 4 વર્ષથી તેઓ કોચિંગ ક્લાસ ચલાવે છે.  માહિત મળી છે કે કોચિંગ સેન્ટર પર કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્પર્ધાત્મક ઓનલાઇન પરીક્ષા લેવામા આવતી હતી. જો કે હાલ સત્તાવાર કોઈ માહિતી નથી જાહેર કરાઈ.

માંજલપુરમાંથી કોચિંગ ક્લાસના સંચાલક સહિત 12 ની ધરપકડ
માંજલપુરમાંથી કોચિંગ ક્લાસના સંચાલક સહિત 12 ની ધરપકડ કરવામાં આવી છે.  કૌંભાડમાં સ્ટેક વાઇસ ટેકનોલોજીઝ કંપનીની સંડોવણી બહાર આવી છે. પોલીસને કંપનીમાંથી તૂટેલા પેન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ મળ્યા હતા. ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી સ્ટેક વાઇસ ટેકનોલોજીઝના મુખ્ય સંચાલક છે.

 ઓડિશાથી બે વ્યક્તિ પેપર લઈને આવ્યા
પોલીસ તપાસમાં બિહાર અને ઓડિશાથી બે વ્યક્તિ પેપર લઈને આવ્યા હોવાની માહિતી મળી છે અને રેલવે સ્ટેશનથી પોલીસે 2 ને પેપર સાથે ઝડપી લીધા હતા. પેપર લઈને બંને વ્યક્તિ સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ ખાતે આવવાના હતા અને ત્યાર બાદ પેપર વિતરણ કરવાનું હતું. 
આ પણ વાંચો--પેપર લીક મામલે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના, વિદ્યાર્થીઓની પાણીમાં ગયેલી મહેનત અને ભરોસાનું શુ ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ExamGujaratATSGujaratFirstJuniorClerkPaperLeak
Next Article