વડોદરામાં દિવ્યાંગ બાળકોની દિવ્યાંગ માતાના UCD કાર્ડ મેળવવા વલખા, કચેરીઓના ધક્કા ખાઇને થાકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શારીરિક રીતે નબળા લોકોને સન્માન આપવાના હેતુથી તેમને દિવ્યાંગની પદવી આપી હતી. બીજી તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ વડે દિવ્યાંગોના ઉત્થાનના પ્રયાસો કરાય છે. જો કે જમીન પરની વાસ્તવિકતા કંઇક જુદી હોય તેવું લાગ છે. જેની સાબિતિ આપતી ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે. વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયા દ્વારા દિવ્યંગોની અવગણના કરવામાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શારીરિક રીતે નબળા લોકોને સન્માન આપવાના હેતુથી તેમને દિવ્યાંગની પદવી આપી હતી. બીજી તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ વડે દિવ્યાંગોના ઉત્થાનના પ્રયાસો કરાય છે. જો કે જમીન પરની વાસ્તવિકતા કંઇક જુદી હોય તેવું લાગ છે. જેની સાબિતિ આપતી ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે. વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયા દ્વારા દિવ્યંગોની અવગણના કરવામાં આવી રહી છે.
શારીરિક રીતે નબળા આયશા બીબી પોતે વિધવા છે. તેમને સંતાનમાં ત્રણ બાળકો છે, જે પૈકી બે બાળકો દિવ્યાંગ છે. પોતે પણ નિઃસહાય દિવ્યાંગ હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. જેના કારણે આયશા બીબી હાલ સરકારની વિવિધ યોજનાઓ પર નિર્ભર રહેવા મજબૂર છે. જો કે સરકારની આ સહાય પણ તમને મળતી નથી. અધિકારીઓની સંવેદનહિનતાના કારણે તેઓ સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે.
આયેશા બીબી પોતે દિવ્યાંગ હોવાથી શારિરીક પરિશ્રમ કરવા સક્ષમ નથી. જેથી તેઓ પોતાના લાચાર દિવ્યાંગ બાળકો માટે સરકારની યોજનાનો લાભ લેવા માટે અત્યંત જરૂરી UCD કાર્ડ મેળવવા વલખા મારી રહ્યા છે. સરકારી કચેરીમાં અનેક ધક્કા ખાવા છતાં આ દિવ્યાંગ મહિલાને સમાજ કલ્યાણ વિભાગમાંથી દાખલો નથી મળી રહ્યો. કુદરતે આ મહિલાને ચાલવા માટે પગ નથી આપ્યા છતા તેઓ લાચાર બની 41 ડિગ્રી તડકામાં ઢસડાતા ઢસડાતા વડોદરા મહાનગર પાલિકાની કચેરીએ ગયા હતા.
વડોદરા મનપાની કટેરીએ પહોંચીને ભીની આંખ સાથે તેમણે કહ્યું હતું કે ‘મેયર સાહેબ મદદ કરો. હવે હુ સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગઈ છું’. જો કે સતત મીટીંગોમાં વ્યસ્ત મેયર એવા કેયુર રોકડીયાએ આ લાચાર મહિલાની વ્યથા સાંભળવી તો દૂર દરકાર સુદ્ધાં લીધી ન હતી. તેમણે જણાવ્યું હતું કે હું મિટિંગમાં વ્યસ્ત હતો, મહિલાએ મારા સુધી કોઈ સંદેશો પહોંચાડ્યો નથી.
પાલિકામાં મેયરના પ્રવેશ દ્વાર પાસે ભીની આંખો સાથે બેઠેલી આ દિવ્યાંગ મહિલાનો અવાજ મેયર સુધી તો ના પોહોચ્યો, પરંતુ બાજુની કેબિનમાં બેઠેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ અને પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવત સુધી પહોંચ્યો. પાલિકાના આ બંને સત્તાધીશો રાજકારણ ભૂલીને આ મહિલાની મદદે આવ્યા હતા. મહિસા પાસે બેસીને તેમની વ્યથા સાંભળી હતી અને સરકારી સહાયનો લાભ અપાવવા બાહેંધરી આપી હતી. આ ઘટના બાદ એ સવાલ પણ ઉભો થાય છે કે આયશા બીબી જેવા કેટલાય લાચાર લોકો હશે જેઓ આ રીતે હેરાન થતા હશે. આપણે ત્યાં અનેક સરકારી યોજનાઓ છે, પરંતુ છેવાડાના લોકોને તેનો લાભ લેવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
Advertisement