Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાઘોડિયા સેવા સદનનો આઉટ સોર્સીંગનો કર્મચારી 1 હજારની લાંચ લેતા પકડાયો

વાઘોડિયા (Waghodia) તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવનારો આઉટ સોર્સિંગનો કર્મચારી 1 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. ઇન્ડેક્ષની નકલ આપવા લાંચ માગીવાઘોડીયા તાલુકા પંચાયત ખાતે આઉટ સોર્સીંગમાં  ફરજ બજાવતા ચંદ્રેશ રણછોડભાઈ સોલંકીએ એક વ્યક્તિ પાસેથી 2007ની ઇન્ડેક્સ નકલ કાઢી આપી તેના બદલામાં 1 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પ્રથમ વખત તો આ વ્યક્તિને ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા .પરંતુ àª
06:43 AM Jan 18, 2023 IST | Vipul Pandya
વાઘોડિયા (Waghodia) તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવનારો આઉટ સોર્સિંગનો કર્મચારી 1 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. 

ઇન્ડેક્ષની નકલ આપવા લાંચ માગી
વાઘોડીયા તાલુકા પંચાયત ખાતે આઉટ સોર્સીંગમાં  ફરજ બજાવતા ચંદ્રેશ રણછોડભાઈ સોલંકીએ એક વ્યક્તિ પાસેથી 2007ની ઇન્ડેક્સ નકલ કાઢી આપી તેના બદલામાં 1 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પ્રથમ વખત તો આ વ્યક્તિને ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા .પરંતુ ત્યારબાદ આ વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે તેઓ લાંચ આપવા ઇચ્છતા ના હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી.
ફોન કરીને ઉપરનો ખર્ચો આપવા કહ્યું
કર્મચારીએ 2007ની ઇન્ડેક્ષ હોવાથી શોધવી પડશે તેમ જણાવી ગલ્લા તલ્લાં કર્યા હતા અને ફોન નંબર લઇ લીધો હતો. ત્યારબાદ  ફરીયાદીના મોબાઇલ ફોન ઉપર આરોપીએ ફરીયાદી ને ફોન કરી જણાવેલ કે, તમારી ઇન્ડેક્ષની કોપી મળી ગયેલ છે. તમે ચલણ ભરી દેજો. અને ઉપરનો ખર્ચો આપી દેજો. ત્યાર બાદ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. ટોલ ફ્રી નંબર સંપર્ક કરી ફરીયાદ કરી હતી  
એ.સી.બીએ  છટકું ગોઠવ્યું
એ.સી.બી.માથી મહિતી પ્રમાણે એક માલિકને મકાનના દસ્તાવેજના ઇન્ડેક્ષની જરૂર હોવાથી તેઓ વાઘોડીયા સબ રજીસ્ટાર કચેરીમા ગયા હતા. ત્યાં તેમનો આઉટ સોર્સીગથી સેવક તરીકે નોકરી કરતા ચન્દ્રેશ સોલંકીનો સંપર્ક થયો હતો. અને તેઓને ઇન્ડેક્ષની નકલ કાઢવા બાબતે વાત કરી હતી. અને અરજી આપી હતી. જો કે ત્યારબાદ ફરિયાદીની ફરીયાદના આધારે  એસીબી લાંચનું છટકું ગોઠવી ચંદ્રેશ રણછોડભાઈ સોલંકીને રૂપિયા 1000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. 

સરકારી કર્મીઓમાં ફફડાટ
આ સમગ્ર ઘટના બનતા જ સરકારી ઓફિસોમાં લાંચ લેતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો .હાલમાં ચાલતી ચર્ચા મુજબ આ જ પ્રકારે બીજા અન્ય ઠેકાણે પણ એસીબીના દરોડા પડે તો બીજા અસંખ્ય આવા કેસો બહાર આવે તો કોઈ નવાઈ નહીં
આ પણ વાંચો--અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ આવતા હવે પેપર કપનો વિકલ્પ બનવા જઇ રહ્યા છે વેફર કપ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ACBAntiCorruptionBureaubribeOutsourcingEmployeeWaghodia
Next Article