Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાનો જોશી પરિવાર ગુમ, જાણો કેમ આ પગલું ભર્યું

વડોદરા (Vadodara)નો જોશી પરિવાર (Joshi Family) છેલ્લા 6 દિવસથી ગુમ (Missing) થઇ જતાં સ્વજનોએ શોધખોળ શરુ કરી છે. આ મામલે પોલીસ (Police)ને આજે જાણ કરતા પોલીસ જોશી પરિવારના ઘેર પહોંચી હતી અને તાળું તોડીને તપાસ કરતાં રુમમાંથી ચિઠ્ઠી મળી આવી હતી. ચિઠ્ઠીમાં ચાર વ્યક્તિઓના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આર્થિક સંકડામણમાં ઘેરાયેલા આ પરિવારે ઘર છોડી દીધું હોવાનું પોલીસ તપાસમાં à
09:47 AM Sep 27, 2022 IST | Vipul Pandya
વડોદરા (Vadodara)નો જોશી પરિવાર (Joshi Family) છેલ્લા 6 દિવસથી ગુમ (Missing) થઇ જતાં સ્વજનોએ શોધખોળ શરુ કરી છે. આ મામલે પોલીસ (Police)ને આજે જાણ કરતા પોલીસ જોશી પરિવારના ઘેર પહોંચી હતી અને તાળું તોડીને તપાસ કરતાં રુમમાંથી ચિઠ્ઠી મળી આવી હતી. ચિઠ્ઠીમાં ચાર વ્યક્તિઓના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આર્થિક સંકડામણમાં ઘેરાયેલા આ પરિવારે ઘર છોડી દીધું હોવાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઇ હતી. 
રાહુલ જોશી શિક્ષક હતા
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વડોદરાના કપુરાઇ ચોકડી વિસ્તારમાં કાન્હા આઇકોનમાં ત્રીજા માળે રાહુલ જોશી તેમની પત્ની નીતા જોશી તથા પુત્ર પાર્થ અને પુત્રી પરી સાથે રહેતા હતા. આસપાસના પાડોશીઓ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ મુળ ડભોઇના રાહુલ જોશી બોડેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. 
ભાગીદારીમાં ધંધો કર્યા બાદ દેવુ થયું
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાહુલ જોશીએ તેમના કોઇ મિત્ર સાથે ભાગીદારીમાં ધંધો શરુ કર્યો હતો અને તેમાં 30 લાખ રુપિયાની લોન લીધી હતી. જો કે ધંધામાં તેમને નિષ્ફળતા મળતાં તેઓ આર્થિક રીતે પાયમાલ થઇ ગયા હતા. દેવુ વધી જવાના કારણે તેમના ઘેર ઉઘરાણી પણ શરુ થઇ હતી અને ઘણાં લોકો રોજ ઉઘરાણી કરવા તેમના ઘેર આવતા હતા. દેવુ વધી જવાના કારણે રાહુલ જોશી આર્થિક સંકડામણમાં ઘેરાયા હતા. 
આર્થિક સંકડામણના કારણે ઘર છોડયું
આર્થિક સંકડામણમાં ફસાયેલા રાહુલ જોશી ગત 20 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે તેમની પત્ની તથા પુત્ર અને પુત્રીને લઇને ક્યાંક જતા રહ્યા હતા અને હજું સુધી તેમની કોઇ ભાળ મળી નથી. આ મામલે રાહુલ જોશીના ભાઇ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો મંગળવારે રાહુલ જોશીના કાન્હા હાઇટસમાં આવેલા મકાન પર પહોંચ્યો હતો.
પોલીસે મકાનમાં તપાસ કરતાં ચિઠ્ઠીઓ મળી
પોલીસ સ્થળ પર પહોંચી તો મકાનને તાળું લગાવેલું જોવા મળ્યું હતું. પોલીસે ભારે જહેમત બાદ તાળું ખોલ્યું હતું. પોલીસ રુમમાં પહોંચી ત્યારે સામે ચાર મોબાઇલ પડેલા જોવા મળ્યા હતા અને 8થી 10 પાનાની કેટલીક ચિઠ્ઠીઓ પણ પડી હતી. પોલીસે ચિઠ્ઠીઓ ચેક કરતાં તેમાં લખેલું લખાણ વાંચીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 
4 વ્યક્તિઓને જવાબદાર ઠેરવ્યા
એક ચિઠ્ઠીમાં નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ મેવાડા ને સજા આપો તેવું લખાણ રાહુલે લખેલું જોવા મળ્યું હતું જેથી પોલીસે તમામ ફોન અને ચિઠ્ઠીઓ લખીને ચિઠ્ઠીમાં લખેલા નામોવાળી વ્યક્તિઓ કોણ છે અને રાહુલ જોશીને કેમ દેવુ થઇ ગયું હતું તેની તપાસ કરવાની સાથે તેમની શોધખોળ પણ શરુ કરી હતી.
જોશી પરિવાર ક્યાં છે તે વિશે સસ્પેન્સ
રાહુલ જોશી પરિવાર સાથે ક્યાં જતા રહ્યા છે તે હજું પણ સસ્પેન્સ રહ્યું છે. પોલીસે વિવિધ દિશામાં તેમની શોધખોળ શરુ કરી છે. તેમના ભાઇએ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ભાઇ અને તેમના પરિવારને શોધી આપવા અપિલ કરી હતી.
આ પણ વાંચો--વડાપ્રધાનની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન શહેરના આ રૂટ રહેશે વાહનો માટે બંધ
Tags :
GujaratFirstmissingVadodaraPolice
Next Article