Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સહારાના સુબ્રતો રોય સહિત 29 સામે વડોદરામાં એક વર્ષ બાદ નોંધાયો ગુનો

સહારા સામે ફરિયાદ નોંધવામાં વડોદરા પોલીસનું કૂણું વલણફરિયાદીએ અરજી આપ્યાંનાં એક વર્ષ બાદ નોંધાયો ગુનોડીજીપીને રજુઆત કર્યા બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીછેલ્લાં એક વર્ષથી વેપારીની ફરિયાદ નહોતી લેતી વડોદરા પોલીસવેપારીએ આખરે ડીજીપીને ફરિયાદ કરતાં વડોદરા પોલીસે આળસ ખંખેરીડીજીપી આશિષ ભાટિયાએ આદેશ કરતાં વડોદરા પોલીસ કમિશ્નરે ફરિયાદ નોંધવી પડીસહારા ઇન્ડિયાનાં સુàª
સહારાના સુબ્રતો રોય સહિત 29 સામે વડોદરામાં એક વર્ષ બાદ નોંધાયો ગુનો
  • સહારા સામે ફરિયાદ નોંધવામાં વડોદરા પોલીસનું કૂણું વલણ
  • ફરિયાદીએ અરજી આપ્યાંનાં એક વર્ષ બાદ નોંધાયો ગુનો
  • ડીજીપીને રજુઆત કર્યા બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી
  • છેલ્લાં એક વર્ષથી વેપારીની ફરિયાદ નહોતી લેતી વડોદરા પોલીસ
  • વેપારીએ આખરે ડીજીપીને ફરિયાદ કરતાં વડોદરા પોલીસે આળસ ખંખેરી
  • ડીજીપી આશિષ ભાટિયાએ આદેશ કરતાં વડોદરા પોલીસ કમિશ્નરે ફરિયાદ નોંધવી પડી
  • સહારા ઇન્ડિયાનાં સુપ્રિમો સુબ્રતો રોય સહિત 29 સામે ગુનો નોંધાયો
વડોદરા ( Vadodara)માં સહારા ઇન્ડીયા (Sahara India) પરિવારનાં સુપ્રિમો સુબ્રતો રોય (Subroto Roy)સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.. જો કે, વડોદરાનાં વેપારીને આ માટે એક વર્ષથી વધુ સમયની રાહ જોવી પડી હતી.. સહારા ઇન્ડીયા સામે કાર્યવાહી કરવામાં પોલીસનાં કૂણાં વલણ અંગે વેપારીએ રાજ્યનાં પોલીસ વડાને ફરિયાદ કરતાં વડોદરા પોલીસે છેવટે સુબ્રતો રોય સામે ગુનો નોંધવો પડ્યો છે.
વેપારીને વડોદરા પોલીસનો કડવો અનુભવ 
સહારા ઇન્ડીયા કંપનીની છેતરપિંડીનો ભોગ બનેલાં એક વેપારીને વડોદરા પોલીસનો કડવો અનુભવ થયો છે.. પોતાનાં રોકાણ કરેલાં 44 લાખ રૂ.ની રકમ પરત આપવામાં અખાડા કરી રહેલ સહારા ક્રેડિટ સોસાયટીનાં અધિકારીઓ વિરૂદ્ધ વડોદરાનાં એક વેપારીએ પોલીસને એક વર્ષ અગાઉ અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 
સારુ વળતર મળશે તેવી લાલચ આપી
વડોદરાનાં ગોત્રી હરિનગર વિસ્તારમાં શિવમ ટેનામેન્ટમાં રહેતા પવન સુભાષચંદ્ર ફુલ્લી પેસ્ટીસાઇઝડની કંપની ધરાવે છે.. વર્ષ 2000માં તેમનો સંપર્ક અકોટાનાં કડુજીનગરમાં રહેતાં સહારા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનાં એજન્ટ ઉશ્માનભાઇ હબીબભાઇ પટેલ સાથે થયો હતો. ઉશ્માન પટેલે સહારા કંપનીમાં મૂડીરોકાણની વિવિધ સ્કીમની માહિતી આપી અને સારુ વળતર મળશે તેમ જણાવી પવન ફુલ્લીની પત્ની તથા ભાભી અને તેમની બે દિકરીઓના નામે 36 લાખ 17 હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જો કે, ત્યાર બાદ પાકતી મુદતે વ્યાજ સહિતની રકમ લેવા માટે વડોદરાનાં ન્યાય મંદિર વિસ્તારમાં આવેલ સહારાની ઓફિસે જતાં તેઓને કંપની પાસે હાલ રૂપિયા નથી તેમ જણાવવામાં આવ્યું હતું. તેમજ મેનેજર પ્રવિણ ચતુર્વેદી અને એરિયા મેનેજર રાકેશ કુમાવતે જો તેઓ પાકતી મુદતના રૂપિયા માસિક સ્કીમમાં રોકી દે તો તેમને મહિને 22 હજાર રૂપિયા વ્યાજ મળશે તેમ જણાવ્યું હતું.. જેથી પવન ફુલ્લીએ સહારાની માસિક સ્કીમમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. પરંતુ તેનું પણ ત્રણેક મહિના વ્યાજ આવ્યા બાદ વ્યાજ આપવાનું બંધ થઇ ગયું હતું.

રુપિયા પરત માગતા આપી ધમકી
ફરિયાદી પવન ફુલ્લીએ આક્ષેપ કર્યો છે કે રોકાણ કરેલા રૂપિયા પરત માંગતા સહારા કંપનીના કર્મચારીઓ માર મારવાની ધમકી આપે છે. જો કંપની પાસે કર્મચારીઓને પગાર ચુકવવા રૂપિયા છે. ઓફિસોના ભાડા ચુકવવા રૂપિયા છે તો પછી અમારા મૂડીરોકાણને પરત કરવા રૂપિયા કેમ નથી? આ મામલે તેમણે સહારા કંપનીના વડોદરાસ્થિત સ્થાનિક મેનેજર સહિત કંપનીના માલિક સુબ્રતો રોય સહિત કુલ 29 લોકો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 
 ડીજીપીએ મામલો ગંભીરતાથી લીધો
તેમણે આ અંગે પ્રથમ અરજી એક વર્ષ અગાઉ નવેમ્બર 2021 માં નવાપુરા પોલીસ મથકે આપી હતી.. પરંતુ નવાપુરા પોલીસે તેમની આ અરજી અંગે કોઇ કાર્યવાહી ન કરતાં વેપારીએ આ અંગે વડોદરાનાં પોલીસ કમિશ્નરને રજુઆત કરી હતી. પરંતુ પોલીસ કમિશ્નરે પણ આ પીડિત વેપારીની ફરિયાદ સાંભળી ન હતી. જેથી વેપારીએ આ અંગે છેવટે રાજ્ય પોલીસ વડાની કચેરીનાં દ્વાર ખખડાવવા પડ્યાં હતાં. વેપારીએ સહારા ઇન્ડીયા કંપની સામે વડોદરા પોલીસનાં કૂણાં વલણ અંગે ડીજીપી આશિષ ભાટિયાને ફરિયાદ કરી હતી. ડીજીપીએ આને ગંભીરતાથી લઇ વડોદરા પોલીસ કમિશ્નરને આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. જે બાદ વડોદરા પોલીસે આળસ ખંખેરી વેપારી પવન ફુલ્લીની ફરિયાદ લઇ સહારા ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડનાં ચેરમેન સુબ્રતો રોય સહિત 29 અધિકારીઓ સામે ગુનો નોંધ્યો હતો.

*આ 29 જણા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ*
૧) સુબ્રતો રોય
૨) સ્વપ્ના રોય
૩) ઓમ પ્રકાશ શ્રીવાસ્તવ
૪) જોયબ્રોત સુધીરચંદ્ર રોય
૫) ચેરમેન દેવેન્દ્રકુમાર શ્રીવાસ્તવ
૬) વાઇસ ચેરમેન સુધીરકુમાર શ્રીવાસ્તવ
૭) અંજુલતા
૮) અવધેશકુમાર શ્રીવાસ્તવ
૯) બચ્ચા ઝા
૧૦) બિરેન્દ્રકુમાર શ્રીવાસ્તવ
૧૧) લાલજી વર્મા
૧૨) ગજેન્દ્રકુમાર શર્મા
૧૩) નીરજકુમાર પાલ
૧૪) લક્ષ્મીકાંત બનાસી
૧૫) પ્રશાંતકુમાર વર્મા
૧૬) પુજા શર્મા
૧૭) હાફીઝુલ્લાહ એચ. શેખ
૧૮) પ્રલયકુમાર પાલીત
૧૯) આર. રામાકોટેશ્વર રાવ
૨૦) સંજયકુમાર રજક
૨૧) વિજયકુમાર વર્મા
૨૨) એમડી કરૂનેશ અવસ્થી
૨૩) પ્રવીણ ચતુર્વેદી
૨૪) જયેશકુમાર ગાંધી
૨૫) ગોપાલદાસ ચુંગ
૨૬) સુરેન્દ્રસિંહ સોલંકી
૨૭) રાકેશ કુમાવત
૨૮) લાલચંદ વિશ્વકર્મા
૨૯) વિનયકુમાર સીંગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.