Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગર્લફ્રેન્ડને ફેરવવા ચોરી તો કરી પણ આખરે પોલીસના હાથે પકડાયો

આજકાલના યુવાનો પોતાના મોજ શોખ પૂરા કરવા ના કરવાના કામો કરી બેસે છે અને  પછી તેમની પાસે અન્ય કોઇ વિકલ્પ બચતો નથી.આવો જ  કઈક આવો જ કિસ્સો વડોદરા (Vadodara) શહેરના ભાયલી ગામમાં બનવા પામ્યો છે. ભાયલી ગામે આવેલા સુપ્રસિધ્ધ અંબાજી મંદિરે રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવામાં માટે આવે છે.આમ તો ભક્તો ભગવાન પાસે કઈક ને કાઈક માંગવા જ જતા હોય છે પરંતુ ભાયલીના આ યુવાને માતાજી પાસે થી બે હાથ જ
10:10 AM Feb 06, 2023 IST | Vipul Pandya
આજકાલના યુવાનો પોતાના મોજ શોખ પૂરા કરવા ના કરવાના કામો કરી બેસે છે અને  પછી તેમની પાસે અન્ય કોઇ વિકલ્પ બચતો નથી.આવો જ  કઈક આવો જ કિસ્સો વડોદરા (Vadodara) શહેરના ભાયલી ગામમાં બનવા પામ્યો છે. ભાયલી ગામે આવેલા સુપ્રસિધ્ધ અંબાજી મંદિરે રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવામાં માટે આવે છે.આમ તો ભક્તો ભગવાન પાસે કઈક ને કાઈક માંગવા જ જતા હોય છે પરંતુ ભાયલીના આ યુવાને માતાજી પાસે થી બે હાથ જોડી  કઈક માંગવાના બદલે દાન પેટીમાં મુકેલી દાનની રકમ જ છીનવી લીધી.

ભાયલીના મંદિરમાં ચોરી થઇ હતી
સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવામાં આવે તો વડોદરા શહેરને બિલકુલ અડીને આવેલા ભાયલી ગામના સુપ્રસિધ્ધ અંબા માતાના મંદિરના પૂજારી વિરંચી મહારાજ રાબેતા મુજબ વહેલી સવારે મંદિરે પૂજા અર્ચના કરવા માટે પહોચ્યાં હતા.મંદિરે પહોંચી તેમણે જોયું તો મુખ્ય દ્વારના તાળા તૂટેલા હતા.બાદમાં મંદિરની અંદર જઈને તપાસ કરતા દાન પેટી તૂટેલી હાલતમાં હતી અને અંદરથી દાનમાં આવેલી રકમ ગાયબ હતી જેથી વીરંચી મહારાજ દ્વારા ગામના જ એક આગેવાનનો સંપર્ક કરી સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકે મંદિરમાં ચોરીની ઘટના અંગેની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ શરુ કરી
મંદિરમાં ચોરી થઈ હોવાની ફરિયાદને ગંભીરતા થી લેતા તાલુકા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. લાંબરિયા અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે અજાણ્યા તસ્કરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.પોલીસ દ્વારા મંદિર આસપાસ ના CCTV ફૂટેજ ની ચકાસણી કરતા એક યુવક મંદિરના દ્વાર પાસે શંકાસ્પદ હિલચાલ કરતો જણાઈ આવ્યો હતો.જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીદાર  કામે લગાડતા ગણતરીના કલાકોમા જ અજાણ્યા તસ્કરનું પગેરું મેળવી લીધું હતું.

પોલીસે ચોરી કરનારા યુવકને પકડ્યો
પોલીસ દ્વારા મંદિરમાં હાથફેરો કરનાર યુવક ની કડકાઈ થી પૂછપરછ કરાતા તેનું નામ શિવ જીતેન્દ્રભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે શિવ પટેલ પોતે ભાયલી ગામનો જ વતની છે. હાલ તે ધોરણ 12 માં અભ્યાસ કરે છે. શિવનો પરિવાર આર્થિક રીતે સદ્ધર છે પરંતુ પોતાની કેટલીક કુટેવોના કારણે તે ચોરી ના રવાડે ચઢી ગયો હતો.

ગર્લફ્રેન્ડને ફેરવવા ચોરી કરી 
ધોરણ 12 માં અભ્યાસ કરતો શિવ જીતેન્દ્ર પટેલ પોતે એક ટેટૂ આર્ટિસ્ટ છે અને હરવા ફરવાનો શોખીન છે.પોતાની ગર્લફ્રેન્ડ ને ફેરવવા અને મોજ શોખ પૂરા કરવા અંબા માતાના મંદિરે હાથફેરો કર્યો હોવાની તેને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.ઉલ્લેખનીય છે કે અંબામાતા ના મંદિરે અગાઉ પણ આજ પ્રકારે ચોરી ની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે તાલુકા પોલીસ દ્વારા શિવ જીતેન્દ્ર પટેલ પાસેથી મંદિર ની દાન પેટીમાંથી ચોરી કરાયેલા 1620 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાલીઓ રહે સતર્ક
પોતાના મોજશોખ પૂરા કરવા ભાયલી ગામના આર્થિક રીતે સદ્ધર પરિવાર ના શિવ જીતેન્દ્ર ભાઈ પટેલે ચોરી નો રસ્તો અજમાવતા તેના માતાપિતા એ સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે ત્યારે અન્ય માતાપિતા એ પણ આ કિસ્સા પરથી સબક લઈ પોતાના બાળક ની તમામ ગતિવિધિઓ પર નજર રાખવી અનિવાર્ય બન્યું છે.
આ પણ વાંચો--ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstVadodaraVadodaraPolice
Next Article