Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્રિય બજેટ 2023ને લઇને હવે આ નેતાઓએ કરી ટીકા, જાણો કોણે શું કહ્યું

મોદી સરકાર દ્વારા આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023 (Union Budget 2023) રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સૌથી મોટી જાહેરાત આવકવેરાના સ્લેબમાં ફેરફારની છે. હવે ટેક્સ સ્લેબ 5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવ્યો છે. બજેટ રજૂ થયા બાદ હવે અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ સહિતના ઘણા નેતાઓએ ટીકàª
09:54 AM Feb 01, 2023 IST | Vipul Pandya
મોદી સરકાર દ્વારા આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023 (Union Budget 2023) રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સૌથી મોટી જાહેરાત આવકવેરાના સ્લેબમાં ફેરફારની છે. હવે ટેક્સ સ્લેબ 5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવ્યો છે. બજેટ રજૂ થયા બાદ હવે અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ સહિતના ઘણા નેતાઓએ ટીકા કરી છે. 
શું કહે છે મહેબૂબા મુફ્તી
આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રિય બજેટ 2023 જાહેર કર્યું છે. હવે તેને લઇને જમ્મુ-કાશ્મીરના PDP ના નેતા મહેબૂબા મુફ્તીએ આ બજેટ પર ટીકા કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય બજેટ લોકો માટે અનુકૂળ નથી કારણ કે તે કેટલાક ઉદ્યોગપતિઓના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ બજેટ એ જ છે જે છેલ્લા આઠ-નવ વર્ષમાં ભાજપની આગેવાનીવાળી સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, "ટેક્સ વધ્યો છે અને પૈસા કલ્યાણકારી યોજનાઓ કે સબસિડી પર ખર્ચવામાં આવી રહ્યા નથી. તેમના ક્રોની મૂડીવાદીઓ માટે કર વસૂલવામાં આવી રહ્યા છે. લાદવામાં આવેલા ટેક્સથી લોકોને ફાયદો થવો જોઈતો હતો પરંતુ તેમણે તેમની કમર તોડી નાખી છે."

મુફ્તીએ વધુમાં કહ્યું કે, "લોકોને લાભ આપવાને બદલે કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીને નાબૂદ કરવામાં આવી રહી છે. દેશની સ્થિતિ એવી છે કે જેઓ ગરીબી રેખાથી ઉપર હતા તેઓ ફરી નીચે આવી ગયા છે." તેમણે આક્ષેપ કર્યો હતો કે બજેટ "કેટલાક ઉદ્યોગપતિઓ" માટે તૈયાર કરવામાં આવ્યું છે. "તે ભારતના લોકો માટે નથી, તે ગરીબો માટે નથી." મુફ્તીએ કહ્યું કે, "આ કોઈ લોકોને અનુકૂળ બજેટ નથી. ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વધારવામાં આવ્યો છે. ગરીબોના ખિસ્સામાંથી પૈસા કાઢવામાં આવશે અને તે મોટા ઉદ્યોગપતિઓ પાસે જશે." 
બજેટમાં મોદી સરકારનું ધ્યાન હમ દો હમારે દો પર TMC સાંસદ શત્રુઘ્ન સિન્હા
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ બુધવારે કહ્યું કે, સંસદમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં મોદી સરકારનું ધ્યાન હમ દો હમારે દો પર છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે કંઈ ખાસ નથી. શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના લોકો માટે ઉલ્લેખ કરવા જેવું કંઈ નથી. બજેટને જોતા લાગે છે કે તેને 'હમ દો હમારે દો'ની ખાસ કાળજી માટે બનાવવામાં આવ્યું છે. શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે કેન્દ્ર સરકારનું આ સામાન્ય બજેટ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે કોઈ ખાસ ઉલ્લેખ નથી.  

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ શું કહ્યું?
કેન્દ્ર સરકારની ટીકા કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, ગરીબ વર્ગને આ બજેટમાંથી માત્ર ભાષણબાજી મળી છે. મોંઘવારી અને બેરોજગારીનો કોઈ ઉકેલ નહોતો. મોદી સરકારમાં મોટા ઉદ્યોગપતિઓને જ બજેટનો લાભ મળે છે. ટેક્સ રિબેટ અંગે ગોગોઈએ કહ્યું કે મોંઘવારીને જોતા 7 લાખ રૂપિયા સુધીની ટેક્સ રિબેટ મધ્યમ વર્ગ માટે સમુદ્રમાં એક ટીપા સમાન છે.

આ બજેટ સપનાના સૌદાગર જેવું છે : JD(U) સાંસદ રાજીવ રંજન

JD(U) ના સાંસદ રાજીવ રંજને કહ્યું કે, Budget2023 માં કંઈ ખાસ નથી. તે 'સપનાના સૌદાગર' જેવું છે - જ્યારે તમે સપનું જોયા પછી જાગો છો ત્યારે કંઈપણ સાચું હોતું નથી. ઉપરાંત, મોંઘવારી અને બેરોજગારીને કેવી રીતે નિયંત્રિત કરવી તે વિશે કંઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

બજેટમાં રેલવેની કરાઈ છે અવગણના : ડિમ્પલ યાદવ, સમાજવાદી પાર્ટીના સાંસદ
સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે પણ આ બડેટને લઇને ટીકા કરી છે. તેમણે કહ્યું કે, આ બજેટ ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે મધ્યમ વર્ગને થોડી રાહત આપવામાં આવી છે. સરકારે ખેડૂતો, રોજગાર અને યુવાનો માટે MSP વિશે કશું કહ્યું નથી. આ બજેટમાં રેલવેની પણ અવગણના કરવામાં આવી હતી. આ નિરાશાજનક બજેટ રહ્યું છે. 

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, "ભાજપ તેના બજેટનો દાયકો પૂરો કરી રહી છે, પરંતુ જ્યારે તેણે પહેલા જનતાને કંઈ આપ્યું નથી, તો હવે શું આપશે. બીજેપીનું બજેટ મોંઘવારી અને બેરોજગારીમાં હજું વધારે છે. ખેડૂતો, મજૂરો, યુવાનો, તે મહિલાઓ, નોકરીયાત અને વેપારી વર્ગમાં આશા નહીં પરંતુ નિરાશા વધારે છે, કારણ કે તે માત્ર અમુક મોટા લોકોને લાભ આપવા માટે બનાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને લઈને આપી પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આ બજેટ પહેલીવાર દેશમાં ઘણી પ્રોત્સાહક યોજનાઓ લાવી છે. જેમાં લોકો માટે તાલીમ, ટેક્નોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ-વિકાસ આપણા કરોડો લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમૃત કાલનું પ્રથમ બજેટ વિકસિત ભારતના ભવ્ય વિઝનને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો બનાવશે. આજના મહત્વાકાંક્ષી સમાજ, ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મધ્યમ વર્ગના સપનાઓને સાકાર કરવાની સાથે આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છે.

આ પણ વાંચો - આજે રજૂ થશે બજેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GDPGujaratFirstMehboobaMuftiNirmalaSitharamanPDPChiefMehboobaMuftiTaxbeingcollectedUnionBudgetUnionBudget2023
Next Article