Hindu Temple: અમેરિકામાં ઉમિયા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા, મોટી સંખ્યામાં લોકો આ ભવ્યાતિભવ્ય સમારોહ જોડાયા
Hindu Temple: ભારત સાથે સાથે હવે વિશ્વના અનેક દેશોમાં અત્યારે હિંદુ મંદિરો બની રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી હિંદુ મંદિરો (Hindu Temple)ની સંખ્યા વધી રહીં છે, અથવા એમ કહો કે હવે હિંદુઓ ફરી પહેલાની જેમ ધર્મ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અમેરિકા (America)માં ઉમિયા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ટેનેસીના નેશવીલ (Nashville)માં પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય ઉત્સવ યોજાયો હતો. આ દરમિયાન સનાતન ધર્મના દેવી દેવતાઓની મૂર્તિની પણ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ગુજરાતના કલાકારોનો ડાયરો પણ યોજવામાં આવ્યો
નોંધનીય છે કે, અમેરિકામાં વસતા પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ અહીં ગુજરાતના કલાકારોનો ડાયરો પણ યોજવામાં આવ્યો હતો. જેથી અહીં ગુજરાતી કલાકારોની ગીતો પણ લોકો ખુબ જ મજા પણ માણી હતી. આ ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખરેખર આ સારી વાત છે કે, અમેરિકામાં રહીને પણ હિંદુઓ પોતાની સભ્યતાને નથી ભૂલ્યા. ભારતીય ભલે ગમે તે દેશ કે ટાપુ પર રહેવા જાય પરંતુ પોતાના ધરોહર અને સંસ્કૃતિને સાચવી રહ્યા છે.
કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
વિગતે વાત કરવામાં આવે તો અમેરિકાના ટેનેસીના નેશવીલ શહેરમાં ભવ્યાતિભવ્ય કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે તારીખ 21, 22 અને 23 જુન 2024 એમ ત્રણ દિવસનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ઉમિયા માતાની પ્રતિષ્ઠા સાથે સનાતન ધર્મના દેવી દેવતાઓની મૂર્તિની પણ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્રિદિવસીય આ ઉત્સવને લઇ અમેરિકામાં વસતા પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદેશમાં પણ સનાતન ધર્મમાં માનતા તમામ હિન્દુઓ એકત્ર થઇ આ ઉત્સવનો લાભ લેશે. નોંધનીય છે કે, અમેરિકામાં બનેલા હિંદુ મંદિરના કારણ ભારતના લોક પણ ગર્વ અનુભવી રહ્યા છે.