UIDAI-૧૦૦ કરોડને પાર : પાંચ મહિનામાં આંકડો બમણો થયો
UIDAI-Aadhaar Face Authentication ટ્રાન્ઝેક્શન દેશમાં ૧૦૦ કરોડને પાર : પાંચ મહિનામાં આંકડો બમણો થયો
...................................
UIDAIના ઉપક્રમે ફિનટેક અને ટેલિકોમ ક્ષેત્રની અવિરત સેવા
વિતરણને વધુ શ્રેષ્ઠ બનાવવા મુંબઈ ખાતે 'આધાર સંવાદ' યોજાયો
...................................
આ સંવાદમાં ગુજરાત સહિત અંદાજે ૫૦૦થી વધુ ઉદ્યોગકારો સહભાગી થયા
...................................
UIDAIના ચેરમેન, નીલકંઠ મિશ્રાએ જણાવ્યું હતું કે, UIDAI-આધાર દ્વારા વિકસાવવામાં આવેલ એઆઈ/એમએલ આધારિત ફેસ ઓથેન્ટિકેશન સોલ્યુશન, જે વર્ષ ૨૦૨૧ના ઓક્ટોબરમાં પ્રથમવાર શરૂ કરવામાં આવ્યું હતું તે હાલ ૧૦૦ કરોડ ટ્રાન્ઝેક્શનો પાર કરી ચુક્યું છે. ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન આંકડા પર નજર કરીએ તો છેલ્લા ૫ મહિનામાં ૫૦ કરોડથી વધીને ૧૦૦ કરોડ સુધી પહોંચ્યો છે. આ સિદ્ધિ આધારની ભૂમિકા અને મહત્વને પુનઃપ્રતિષ્ઠિત કરે છે.
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું મહત્વનો સ્તંભ
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ.કૃષ્ણ અને UIDAIના સીઈઓ ભુવનેશ કુમારે તેમના સંબોધનમાં આધારની સ્વીકૃતિ અને ઉપયોગને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, આધાર ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું મહત્વનો સ્તંભ છે. આધાર ફેસ ઓથેન્ટિકેશન માટે સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં ૯૨ એન્ટિટીઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી છે.
મુંબઈ ખાતે ‘આધાર સંવાદ’ યોજાયો
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા- UIDAI ના ઉપક્રમે ગુજરાત સહિત તમામ રાજ્યોના BFSI, ફિનટેક અને ટેલિકોમ ક્ષેત્રોના ઉદ્યોગકારો સાથે મુંબઈ ખાતે ‘આધાર સંવાદ’ યોજાયો હતો. જેમાં આધારનો ઉપયોગ કરીને સેવાનો વધુ સારો અને ઝડપી વિતરણ કેવી રીતે શક્ય બની શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને મહારાષ્ટ્ર સરકારના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બેંકો, વીમા કંપનીઓ, એનપીસીઆઈ, બજાર મધ્યસ્થો, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ફિનટેક સહિતના 500 જેટલા ઉધોગકારો, નિષ્ણાતો અને ટેક્નોક્રેટ્સે ભાગ લીધો હતો. આ પહેલા આધાર સંવાદ નવેમ્બરમાં બેંગ્લોરમાં યોજાયો હતો.
આ પણ વાંચો-Hemophilia : દુર્લભ રોગની ગુજરાત સરકાર આપી રહી છે નિઃશુલ્ક સારવાર