ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarat : જુના બેજના ગ્રામજનોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવશે

તાપી જિલ્લાના જુના બેજના રૂ. ૭૫૯ લાખના હાઈલેવલ બ્રિજ અને રોડના કામોનું ખાતમુહૂર્ત
01:15 PM Apr 08, 2025 IST | Kanu Jani
તાપી જિલ્લાના જુના બેજના રૂ. ૭૫૯ લાખના હાઈલેવલ બ્રિજ અને રોડના કામોનું ખાતમુહૂર્ત
featuredImage featuredImage

 

 

Gujarat : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના બેજ ગામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક રૂ. ૭૫૯ લાખના ખર્ચે નવનિર્મિત થનારા હાઇલેવલ બ્રિજ અને રોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

છેવાડાના ગામના સર્વાંગી વિકાસનો  સંકલ્પ

Gujarat-રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેસભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)નો છેવાડાના ગામના સર્વાંગી વિકાસના સંકલ્પને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વવાળી રાજ્ય સરકારની કામગીરી નોંધપાત્ર છે. એમ જણાવતા તેઁમણે ઉમેર્યું હતું કે જુનાબેજ ગામમાં આજે સોનાનો સુરજ ઉગ્યો છે.

પ્રજાસુખાકારી માટે સરાહનીય કામગીરી

Gujarat : મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ઉમેર્યુ હતું કે, તાપી જિલ્લા વહીવટી તંત્રએ પણ પ્રજાસુખાકારી માટે સરાહનીય કામગીરી કરી છે. જિલ્લાના તમામ ગામડાઓની સાથે છેવાડાના અને વર્ષોથી વિકાસથી વંચિત જૂના બેજ ગામને પણ પ્રાથમિક અને માળખાકિય સુવિધાઓ હેઠળ આવરી લેવા માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠકો યોજીને ચર્ચા-વિચારણા કરી હતી. જૂના બેજ ગામના 58 કુટુંબોને વીજળી-રસ્તા સહિતની સુવિધાઓ, સરકારની આયુષ્માન યોજના, ઉજ્જવલા યોજના, આધાર કાર્ડ સહિતના પુરાવા માટેના કેમ્પો રાખીને ગામના તમામ કુટુંબોને સુવિધાઓ-યોજના હેઠળ આવરી લેવાની કામગીરી કરાઈ છે.

વિકાસકામો ગામવાસીઓ માટે નવાં અવસરો સર્જશે

મંત્રીશ્રી મુકેશભાઈ પટેલએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, બે વર્ષ પહેલા આ ગામની મુલાકાત લઈ નાગરિકોના પ્રશ્નો સાંભળી મુખ્યમંત્રી સમક્ષ નિરાકણ માટે જૂનાબેજ ગામના વિકાસકામોની દરખાસ્તને મુકવાવામાં આવી હતી. જેને તાત્કાલિક મંજૂર કરવામાં આવી હતી, આ વિકાસકામો ગામવાસીઓ માટે નવાં અવસરો સર્જશે. ગામના દીકરા-દીકરીને સ્કુલે નાવડી મારફતે જવુ પડતું હતુ, ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તેને ધ્યાને રાખીને કામો મંજૂર કરાયા છે, ગ્રામજનોને સુવિધાઓનો લાભ મળે તે માટે તમામ કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે મંત્રીશ્રી પટેલે તંત્રને સૂચનો કર્યા હતા.

આ વેળાએ Gujarat રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે કલેકટરશ્રી તેમજ પદાધિકારીઓએ સાથે નાવડીમાં બેસી બેજગામની મુલાકાત લઇ ગામવાસીઓ સમક્ષ યોજનાકીય બાબતે પૃચ્છા કરી હતી.

ગ્રામજનોની જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન આવશે

નોંધનીય છે કે, રોડ-બ્રિજ, વીજળી સહિત સરકારી યોજના હેઠળ આવરી લેવાતા ગ્રામજનોની જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન આવશે. ગામની મૂળભૂત સમસ્યાઓને કેન્દ્રસ્થાને લઈને જુનાબેજ ગામમાં કુલ ૫૮ કુટુંબોને વીજળીની સુવિધા, ગામ સુધી પહોંચવા માટે માર્ગ-પુલની વ્યવસ્થા સહિત સરકારની આયુષ્યમાન કાર્ડ અને ગેસ કનેક્શન જેવી સુવિધાઓ તેમજ પુરાવાઓ માટેના તંત્ર દ્વારા વિવિધ કેમ્પો યોજાયા હતા. જેમાં ૮૧ આયુષ્યમાન કાર્ડ, ૧૯ કુટુંબોને ગેસ કનેક્શન, ૫૦ આભા આઈડી, ૧૩૪ બિનચેપી આરોગ્ય તપાસ અને આધારકાર્ડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ગામમાં હોડીને બદલે સીધા માર્ગે તાલુકા અને જિલ્લામાં જોડાઈ શકશે

વિજળી માટે DGVCL દ્વારા ૪.૨ કિમીની HT લાઇન નાખવાની થાય છે. જે પૈકી ૩.૨ કિમી લાઇન માટે ૧૦૫ પોલ ઉભા કરાઈ ચૂક્યા છે. પુલની કામગીરી પૂર્ણ થયા બાદ કેબલ લાઇન મારફતે ગામમાં વીજળી પહોંચાડવામાં આવશે. કુકરમુંડાથી જુનાબેજ સુધી ૩.૯૨ કિ.મી. લંબાઈનો રૂ. ૨.૬૦ કરોડના ખર્ચે રોડ મંજુર કરાયો છે. હાલમાં ૨.૯૫૦ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ છે. ગામને જોડવા માટે રૂ. ૪.૭૬ કરોડના ખર્ચે ૧૨૦ મીટર લાંબો અને ૫.૫ મીટર પહોળો મેજર બ્રિજ મંજુર કરવામાં આવ્યો છે. પુલ અને રસ્તો પૂર્ણ થયા બાદ ગામમાં હોડીને બદલે સીધા માર્ગે તાલુકા અને જિલ્લામાં જોડાઈ શકશે. લોકો માટે શિક્ષણ, આરોગ્ય સેવા (૧૦૮ એમ્બ્યુલન્સ), ખેતીવાડી તેમજ સામાજિક અવરજવર વધુ સરળ બનશે.

આ પણ વાંચો: Surat : સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.5 કરોડ પડાવ્યા

Tags :
CM Bhupendra PatelDGVCLGujaratMukeshbhai Patelpm narendra modi