ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

International Cooperation Year-2025 : સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત આ પહેલમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર પણ સહભાગી

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ના વિઝનને જમીની સ્તર ઉપર ઉતારવામાં મહત્વની ભૂમિકા
04:40 PM Apr 02, 2025 IST | Kanu Jani
આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ના વિઝનને જમીની સ્તર ઉપર ઉતારવામાં મહત્વની ભૂમિકા
featuredImage featuredImage

International Cooperation Year-2025'- 'આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫';સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત આ પહેલમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર પણ સહભાગી
----------
આર્થિક વિકાસ, સામાજિક સમાવેશ અને પર્યાવરણીય સ્થિરતામાં સહકારી સંસ્થાઓના યોગદાન અંગે જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ
----------
International Cooperation Year-2025 : યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ ૨૦૨૫ને "આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ" તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સામાજિક-આર્થિક વિકાસમાં સહકારી સંસ્થાઓના યોગદાનને પ્રકાશિત કરવા માટે તમામ સભ્ય દેશો, સંયુક્ત રાષ્ટ્રો અને સંબંધિત હિતધારકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ યુ.એન. સમર્થિત પહેલ

સહકારી સંસ્થાઓની "૨૦૩૦ એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ"-"2030 Agenda for Sustainable Development" ને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકાને સંયુક્ત રાષ્ટ્રો દ્વારા સ્વીકારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ યુ.એન. સમર્થિત પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસ, સામાજિક સમાવેશ અને પર્યાવરણીય સ્થિરતામાં સહકારી સંસ્થાઓના યોગદાન અંગે જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત સામૂહિક જવાબદારી, લોકશાહી નિર્ણય પ્રક્રિયા અને સમુદાયિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ગરીબી, અસમાનતા અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોને સંબોધવા માટે એક શક્તિશાળી સાધન તરીકે સહકારી મોડલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આમ, સહકારી સંસ્થાઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને હાંસલ કરવામાં તેમજ સામાજિક આર્થિક વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન આપી શકે છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ની ઉજવણી તથા પ્રસિદ્ધિ ગ્રામીણ, તાલુકા, જિલ્લા તથા રાજ્ય કક્ષાએ થાય તે માટે વિવિધ કમિટીની રચના કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની રાજ્ય સરકાર દ્વારા પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ના વિઝનને જમીની સ્તર ઉપર ઉતારવામાં મહત્વની ભૂમિકા

ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સીલની મળેલ બેઠકમાં પણ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જે અંતર્ગત જુદા-જુદા કાર્યક્રમો યોજવા માટે રાજ્ય સરકાર પાસે પ્રાયોજીત ભંડોળ ઉપલબ્ધ છે તેમજ અલગથી ફંડ પણ ફાળવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સહકારી સંસ્થાઓ પણ સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ના વિઝનને જમીની સ્તર ઉપર ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવવા માંગતી હોય અને લોકભાગીદારીથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માંગતી હોય તેવા કિસ્સામાં સરકારની પૂર્વ મંજૂરી મેળવવામાં સમય વ્યતિત ન થાય અને વિવિધ પ્રવૃત્તિની ઉજવણીમાં અવરોધ ન રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્રારા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ સહકારી સંસ્થાઓ તેમની પાસે રહેલા અનામત ફંડના ૨૦ ટકા સુધી નાણા આ કાર્યક્રમના ફંડ હેઠળ જમા કરવાવા મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને પૂર્વ મંજૂરી મેળવવા ન આવવું પડે તેવા શુભ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ સહકારી સંસ્થાઓને ફરજિયાત આ ફંડ આપવાનું રહેતુ નથી, એમ રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

Tags :
International Cooperation Year-2025'sustainable development