Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરાશે

આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન
ambaji ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરાશે
Advertisement
  • આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરાશે
  • મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
  • પાર્કિંગ, સ્વચ્છતા, નિશુલ્ક ભોજન સહિત શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર સજ્જ

Ambaji : ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. આ મહોત્સવના સુચારુ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે પાલનપુર કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

Advertisement

લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયું છે.

Advertisement

શ્રદ્ધાળુઓ માટે નિશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં બસનું સંચાલન, સ્વચ્છતા જળવાય, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર પ્રસાર, શ્રદ્ધાળુઓનું નિશુલ્ક ભોજન વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે.આ મહોત્સવમાં અંબાજી ખાતે પહોંચતા ભક્તો માટે બસના પાર્કિંગના સ્થળેથી ગબ્બર સુધી જવા માટે મીની બસની વ્યવસ્થા કરાઈ છે. દિવસ દીઠ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરાશે, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સર્વે પ્રાંત અધિકારીઓ,અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: કેનેડામાં ફરી એકવાર પંજાબી ગાયકના બંગલા પર ગોળીબારનો મામલો સામે આવ્યો

Advertisement

Trending News

.

×