ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Himmatnagar: ડમ્પર બન્યું કાળ! નેત્રામલી પાસે તબીબી પરિવારની કારને અકસ્માત નડતાં ચારના મોત

Himmatnagar: ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની આરે છે ત્યારે ઈડર તાલુકાના નેત્રામલી ગામનો પરિવાર અને હાલ મુંબઈમાં સ્થાયી થયા બાદ વેકશન ગાળવા માટે પરિવાર તથા સ્નેહીઓ સાથે આઠ સભ્યો એક કારમાં ગુરૂવારે મોડી રાત્રે હિંમતનગર (Himmatnagar)થી પરત નેત્રામલી જઈ રહયો હતો...
11:31 PM Jun 07, 2024 IST | VIMAL PRAJAPATI
Himmatnagar

Himmatnagar: ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની આરે છે ત્યારે ઈડર તાલુકાના નેત્રામલી ગામનો પરિવાર અને હાલ મુંબઈમાં સ્થાયી થયા બાદ વેકશન ગાળવા માટે પરિવાર તથા સ્નેહીઓ સાથે આઠ સભ્યો એક કારમાં ગુરૂવારે મોડી રાત્રે હિંમતનગર (Himmatnagar)થી પરત નેત્રામલી જઈ રહયો હતો ત્યારે ભેટાલી પાસે રોડનું કામ ચાલતુ હોવાને કારણે ડાયવર્જન અપાયું હતુ. ત્યાંથી પરિવારની આ કાર પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલ એક ડમ્પરના ચાલકે કારને જોરદાર ટક્કર મારી કચ્ચરગાણ કરી દેતાં સ્થળ પર ચાર જણાના મોત નિપજયા હતા તથા અન્ય ચારને ઈજા થતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. દરમ્યાન જાદર પોલીસને જાણ થતાં તરતજ પોલીસ સ્ટાફ ભેટાલી નજીક આવી ગયો હતો અને ટ્રાફીક હળવો કરીને વાહન વ્યવહારને પુર્વવત કરવા માટે ભરપુર પ્રયાસ કર્યા હતા. ચારેય મૃતકોની પીએમ કરાયા બાદ શુક્રવારે નેત્રામલી ગામે સ્મશાન યાત્રા નિકળી હતી.

108 એમ્બ્યુલન્સની મદદથી હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લવાયા

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ નેત્રામલી ગામનો જરીવાલા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયો હતો અને પરિવારના મોભી સ્વપ્નિલભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહયુ હોવાને કારણે તેઓ થોડા દિવસ અગાઉ પરિવાર સાથે નેત્રામલી આવ્યા હતા અને પરિવારના એક ભુલકાનો જન્મદિવસ હોવાને કારણે પરિવાર તથા સગાસબંધી મળીને આઠ જણા એક કારમાં હિંમતનગર (Himmatnagar) આવ્યા હતા. જયાંથી પરત જતા હતા ત્યારે ભેટાલી પાસેના ડાયવર્જન પરથી ગુરૂવારે રાત્રે 11.30 વાગ્યાના સુમારે કાર લઈને જતા હતા ત્યારે સામેથી માંતેલા સાંઢની જેમ આવી રહેલ પથ્થર ભરેલા ડમ્પર નંબર જીજે.09ઝેડ.3852ના ચાલકે પોતાનું ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કાર નં.એમએચ.02સીવી.6823ને ધડાકાભેર અથડાવી દીધી હતી. જેથી કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.

અકસ્માતનો કોણ ભોગ બન્યું?

અકસ્મામાં સાત માસની બાળકી કાળનો કોળીયો બની ગઈ

હિંમતનગર ખાતે કોઈ સગાના જન્મદિનની ઉજવણી કરીને નેત્રામલી પરત જઈ રહેલ કારને અકસ્માત થતાં તેમાં બેઠેલા આઠ પૈકી ચાર જણાના ઘટના સ્થળે મોત નિપજયા હતા. મોડી રાતે થયેલા અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોએ દોડી આવીને બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા. એટલુ જ નહીં પણ ગમખ્વાર અકસ્માત થવાને કારણે હિંમતનગર જતા અને ઈડરથી હિંમતનગર આવતા રોડ પર ટ્રાફીક જામ થઈ ગયો હતો. ત્યારબાદ જાદર પોલીસે ઘટના સ્થળે આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ અકસ્માત બાદ શુક્રવારે પોલીસે તિર્થકુમાર પરેશભાઈ સોનીની ફરીયાદને આધારે જાદર પોલીસ સ્ટેશનમાં ડમ્પરના ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. અકસ્માત થયો ત્યારે ભોગ બનેલ સાત માસની બાળકી કાળનો કોળીયો બની ગઈ હતી. અકસ્માત થયો ત્યારે કાર સ્વપ્નિલભાઈ હંકારતા હતા પરંતુ તેમને કયાં ખબર હતી કે સામેથી આવી રહેલ ડમ્પર કાળમુખો બનીને ચાર જણાને ભરખી જશે. એવુ કહેવાય છે કે કોઈનું પણ મોત થાય ત્યારે કુદરત કોઈ નિમીત બનાવી દે છે. ભેટાલી પાસે થયેલા અકસ્માતમાં આ નિમીત ડમ્પરનો ચાલક બન્યો છે.

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: Surendranagar: રાજસ્થાનથી સુરેન્દ્રનગરમાં આવી રહ્યો છે ધૂમ ઝડપે ઇંગ્લિશ દારૂ! છતાં સ્થાનિક પોલીસ મૌન

આ પણ વાંચો: Ahmedabad: AMTS નો થયો ફરી અકસ્માત, ડ્રાઇવર ચિક્કાર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

આ પણ વાંચો: Valsad: વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતી

Next Article