Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kachchh-લૂંણી નજીક નદીમા કારમાં ફસાયેલ પાંચ વ્યક્તિઓનું રેસ્ક્યૂ

Kachchh-મુન્દ્રા તાલુકાના લૂંણી પાસેની પાપડી પરની નદી ભારે પ્રવાહથી વહી નીકળતા એક કાર 4થી 5 ફૂટ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. તણાઈ ગયેલી કાર સેંકડો ફૂટ દૂર બાવળની ઝાડીમાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં 5 લોકો સવાર હતા. પાંયેય લોકો કાર...
kachchh લૂંણી નજીક  નદીમા કારમાં ફસાયેલ પાંચ વ્યક્તિઓનું રેસ્ક્યૂ
Kachchh-મુન્દ્રા તાલુકાના લૂંણી પાસેની પાપડી પરની નદી ભારે પ્રવાહથી વહી નીકળતા એક કાર 4થી 5 ફૂટ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. તણાઈ ગયેલી કાર સેંકડો ફૂટ દૂર બાવળની ઝાડીમાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં 5 લોકો સવાર હતા. પાંયેય લોકો કાર ઉપર ચડી ગયા હતા અને સ્થિર અવસ્થામાં બેસી મદદની બુમો પાડી હતી. ઘટનાની જાણ મુન્દ્રા મરીન પોલીસ સુધી પહોંચી અને પીએસઆઈએ ગ્રામજનોની મદદથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી પાંચ લોકોના જીવ બચાવી લીધા હતા.
બનાવની જાણ થતાં જ તુરંત સ્ટાફના અનવરભાઈને સાથે લઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં દૂર અંધારામાં બાવળની ઝાડી વચ્ચે એક કાર દેખાતી હતી અને બચાવો બચાવો ની બુમો સંભળાતી હતી.
હાજર સ્થાનિક લોકોએ રસ્સા વડે બચાવના પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી ના હતી. અંતે ફાયર અને એનડીઆરની મદદ લેવાનું વિચાર્યું પણ તે ઉપલબ્ધ ના બનતા આખરે લાઈફ જેકેટ પહેરી કાર સુધી તરીને પહોંચ્યા, ત્યાં રસ્સો કાર સાથે બાંધી રાત્રીના અંધકારમાં અને જોશભેર વહેતા પાણીના પ્રવાહ વચ્ચે એક બાદ એક એમ પાંચેય વ્યક્તિને અંદાજીત 60થી70 મિટર લાબું અંતર કાપી કિનારે લાવી બચાવી લેવાયા હતા.
જોકે બચાવ કાર્ય એટલું સરળ પણ ના હતું. અંદાજીત 4 થી 5 ફૂટ પાણી વચ્ચે કાર ઉપર બેઠેલા લોકોને સ્થિર બેસી રહેવું સૂચના આપી હતી અને ઉપલબ્ધ લાઈફ જેકેટ આપી હતી. જો બાવળની ઝાડીના ટેકે અટકેલી કાર સંતુલન ગુમાવે તો વહેતા પ્રવાહમાં તમામ લોકો તણાઈ જવાની પુરી સંભાવના હતી.
સદભાગ્યે વરસાદ પણ બંધ રહી જતા બચાવમાં ફાયદો મળ્યો હતો આખરે સૌ કોઈના સાથ સહકાર થી પાંચ જિંદગી બચી જતા ઉપસ્થિત દરેકના જીવમાં જીવ આવ્યો હતો.
Advertisement
Advertisement

.