US ની આ હોટલમાં રહેશે PM મોદી, જવાહરલાલ નેહરૂ પણ બન્યા હતા તેના મહેમાન
વોશિંગ્ટન : વડાપ્રધાન મોદી ફ્રાંસ બાદ હવે અમેરિકાની મુલાકાતે છે. બે દિવસ સુધી તેઓ વોશિંગ્ટન ડીસીમાં રહેશે. આ દરમિયાન તેમની મુલાકાત નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત DOGE પ્રમુખ એલોન મસ્ક સહિત અનેક મોટી હસ્તીઓ સાથે થશે.
અમેરિકાની યાત્રા દરમિયાન પીએમ મોદી બ્લેયર હાઉસમાં રહેશે. તેમના પહોંચતા પહેલા બ્લેયર હાઉસમાં ભારતીય ત્રિરંગો સ્થાપિત કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે આ યાત્રા અમેરિકા અને ભારત માટે કેટલી મહત્વની છે.
પ્રેસિડેન્ટ ગેસ્ટ હાઉસ બ્લેયર હાઉસને વિશ્વના સૌથી એક્સક્લુસીવ અથવા વિશિષ્ઠ હોટલ માનવામાં આવે છે. સમાચારો અનુસાર આ હાઉસ 70 હજાર સ્કવેર ફીટમાં ફેલાયેલું છે. જેને 4 ટાઉન હાઉસ જોડાયેલા છે. તેમાં 14 ગેસ્ટ બેડરૂમ છે, 35 બાથરૂમ, 3 મોટા ડાઇનિંગ રૂમ સહિત 119 રૂમ છે. તસ્વીરોમાં અમેરિકી ઇતિહાસ અને શિલ્પકલા પમ જોવા મળે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, કીન એલિઝાબેથ દ્વિતીય, બ્રિટનના પૂર્વ પીએમ માર્ગ્રેટા થેચર સહિત વિશ્વના અનેક ગણમાન્ય લોકો અહીંના ગેસ્ટ લિસ્ટમાં છે. ભારતના પૂર્વ પીએમ જવાહરલાલ નેહરૂ પણ પુત્રી ઇન્દિરા ગાંધી સાથે અહીં જ 19 ડિસેમ્બર 1956 માં રોકાયા હતા.
દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકી સરકારે બ્લેયર હાઉસ ખરીદ્યું હતું. ત્યારથી જ રાષ્ટ્રપતિ હાઉસ તરીકે કામ કરી રહ્યું છે. જેની સારસંભાળની જવાબદારી વિદેશ મંત્રાલય પાસે છે. અહીં રોકાનારા રાષ્ટ્રોના પ્રમુખ, રાજદુત અને અન્ય ગણમાન્ય લોકો જ હોય છે.
બ્લેયર હાઉસનું સરનામું પણ વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં અમેરિકાના વ્હાઇટ હાઉસની બરોબર સામે 1651 પેન્સિલવેનિયા એવન્યુ પર છે.તેને અમેરિકી ખાતેદારીનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષ 1824 માં બનીને તૈયાર થયું હતું. 1837 થી જ અમેરિકાની રાજનીતિનો મોટો હિસ્સો બની ગયું હતું.
મોદી અને ટ્રમ્પની બેઠકમાં અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. વિદેશ નીતિ પર નજર રાખનારા નિષ્ણાંતોએ સંકેત આપ્યા છે કે કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. જો કે મોદીની યાત્રા દરમિયાન એજન્ડા શું રહેશે તે અંગે હજી સુધી કોઇ જ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી.