Telanganaમાં મોટી દુર્ઘટના, ટનલનો ભાગ તૂટી પડતાં 6 મજૂરો ફસાયા
- તેલંગાણામાં ટનલનો ભાગ તૂટી પડતાં છ કામદારો કાટમાળ નીચે ફસાયા
- ફસાયેલા મજૂરોની સંખ્યા 6 છે કે 8 હોવાની આશંકા
- અધિકારીઓને રાહત કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ
Major tragedy in Telangana : તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં એક મોટી ટનલ દુર્ઘટના બની છે. અહીં ટનલનો એક ભાગ તૂટી પડતાં છ કામદારો કાટમાળ નીચે ફસાયા છે. કામદારોને બચાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં, ફસાયેલા મજૂરોની સંખ્યા 6 છે કે 8 તે સ્પષ્ટ કરવાના પ્રયાસો ચાલુ છે.
6 થી 8 કામદારો ફસાયા હોવાની આશંકા
મળતી માહિતી મુજબ, તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ના નિર્માણાધીન ભાગમાં શનિવારે આ અકસ્માત થયો છે. અહીં કેનાલની છતનો એક ભાગ તૂટી પડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કન્સ્ટ્રક્શન કંપનીની ટીમ એસેસમેન્ટ અને વેરિફિકેશન માટે ટનલની અંદર ગઈ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ એજન્સીને જણાવ્યું કે કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 6 થી 8 કામદારો ફસાયા હોવાની આશંકા છે.
આ પણ વાંચો : આસામમાં હવે મુસ્લિમ ધારાસભ્યોને નમાજ બ્રેક નહીં મળે... 90 વર્ષોથી ચાલી આવતી પરંપરા પૂર્ણ
મુખ્યમંત્રીએ અધિકારીઓને મદદ કરવા કહ્યું
આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓને રાહત કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર રાજ્યના સિંચાઈ મંત્રી એન ઉત્તમ કુમાર રેડ્ડી, સિંચાઈ પરના સરકારી સલાહકાર આદિત્યનાથ દાસ અને અન્ય સિંચાઈ અધિકારીઓ ખાસ હેલિકોપ્ટરમાં ઘટનાસ્થળે જવા રવાના થયા છે.
કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને અધિકારીઓને આ સૂચનાઓ આપી
અકસ્માત પર ચિંતા વ્યક્ત કરતા, કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ અકસ્માતના કારણો વિશે માહિતી માંગી અને અધિકારીઓને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા જણાવ્યું. તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે અધિકારીઓને ઘાયલોને સારવાર આપવા પણ કહ્યું છે.
આ પણ વાંચો : PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ બાગેશ્વર ધામની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ