ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kolkata: 100 યાત્રીઓ સાથેના IRAQ એરવેઝની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

Iraqi Airways Flight Emergency Landing in Kolkata ઇરાકથી ચીન જઇ રહેલી ફ્લાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ મુસાફરની તબિયત અચાનક લથડવા લાગતા પાયલોટે લીધો નિર્ણય Iraqi Airways Flight Emergency Landing in Kolkata : ચીનની રાજધાની બેઈજિંગ જઈ રહેલા એક પ્લેનને અચાનક...
02:51 PM Sep 26, 2024 IST | KRUTARTH JOSHI
Iraq air

Iraqi Airways Flight Emergency Landing in Kolkata : ચીનની રાજધાની બેઈજિંગ જઈ રહેલા એક પ્લેનને અચાનક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પ્લેનને ઇમરજન્સી સ્થિતિમાં કોલકાતા એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઇમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરની તબિયત અચાનક લથડવા લાગતા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

આ પણ વાંચો : રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ઝડપાયો PSI , Surat ACB એ ગોઠવ્યું હતું છટકું

કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ ખાતે લેન્ડિંગ

ઈરાકી એરવેઝ ફ્લાઈટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગની ઘટના બની છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ ઈરાકથી બેઈજિંગ જઈ રહી હતી. જો કે, માર્ગમાં એક મુસાફરની તબિયત લથડી હતી. જેના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ગુરુવારે સવારે ફ્લાઈટ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પ્લેનમાં 15 ક્રૂ મેમ્બર્સ સિવાય 100 મુસાફરો સવાર હતા.

આ પણ વાંચો : રણવીર અલ્લાહબાદિયાની YouTube ચેનલ હેક, તમામ વીડિયો Delete

1 કલાકમાં બેઇજિંગ પહોંચવાનું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 100 મુસાફરોથી ભરેલું પ્લેન ચીનની રાજધાની બેઇજિંગ તરફ જઈ રહ્યું હતું. પ્લેન 1 કલાકમાં બેઇજિંગમાં લેન્ડ થવાનું હતું. પરંતુ આ પહેલા પ્લેનમાં સવાર એક મુસાફરની તબિયત લથડવા લાગી હતી.આ સ્થિતિમાં પાઈલટે ઈચ્છા ન હોવા છતાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પ્લેનનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :Defamation Case : સંજય રાઉતને 15 દિવસની જેલની સજા

શું હતો સમગ્ર મામલો?

બીમાર મુસાફરનું નામ દેકાન સમીર અહેમદ છે. ફ્લાઈટમાં બેઠા હતા ત્યારે સમીરની તબિયત અચાનક બગડી હતી. આવી સ્થિતિમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ સવારે 10:18 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ બાબતે જવાબ આપતા એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (APHO) એ કહ્યું કે ફ્લાઇટ દરમિયાન તેમનો પલ્સ રેટ નોંધપાત્ર રીતે ધીમો પડી ગયો હતો. આવી સ્થિતિમાં ઈમરજન્સી લેન્ડિંગ બાદ તેને પ્લેનમાંથી નીચે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમીરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : લો બોલો! પાંદડા ખાવાના ગુનામાં ભેંસોની કરાઈ ધરપકડ

97 મુસાફરો સાથે ઉડતું વિમાન

ફ્લાઇટમાં 100 મુસાફરો અને 15 ક્રૂ મેમ્બર હાજર હતા. સમીર અને તેના પરિવારને કોલકાતા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. આ પછી, ફ્લાઈટ ફરીથી 97 મુસાફરો સાથે 1:50 વાગ્યે બેઇજિંગ માટે ઉડાન ભ.

 

Kolkata: 100 યાત્રીઓ સાથેના IRAQ એરવેઝની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો :

 

Tags :
Gujarat FirstGujarati NewsGujarati SamacharIraqi Airways Flight EmergencyIraqi Airways Flight Emergency landing in kolkataIraqi Airways Flight Emergency landing newslatest newsSpeed NewsTrenidgn News
Next Article
Home Shorts Stories Videos