ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kheda: મહેમદાવાદ તાલુકાના ચાર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તબાહી સરજી તાલુકાના ચાર ગામમાં ફરી વળ્યા પાણી સિહુંજ ગામમાં સૌથી વધુ પાણી ભરાયા   Mehmedabad: મહેમદાવાદ(Mehmedabad)ના વાંઠવાડી, કેશરા, સિહુંજ, અને સુંઢા વણસોલ ગામોમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસતા વરસાદે ગામોમાં તબાહી મચાવી છે. આ...
10:09 PM Aug 27, 2024 IST | Hiren Dave
HeavyRain
  1. ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તબાહી સરજી
  2. તાલુકાના ચાર ગામમાં ફરી વળ્યા પાણી
  3. સિહુંજ ગામમાં સૌથી વધુ પાણી ભરાયા

 

Mehmedabad: મહેમદાવાદ(Mehmedabad)ના વાંઠવાડી, કેશરા, સિહુંજ, અને સુંઢા વણસોલ ગામોમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસતા વરસાદે ગામોમાં તબાહી મચાવી છે. આ વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાવા લાગી ગયા છે, જેના કારણે ગામમાં જવું-આવવું મુશ્કેલ બની ગયું છે. વાંઠવાડી ગામના તળપદા વાસ વિસ્તારમાંથી દૂધની ડેરી સુધી જવાનો માર્ગ (roads closed)પણ પાણીના ભરાવાના કારણે બંધ થયો છે.

 

30 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા વરસાદના કારણે

ખાત્રજ ચોકડી થી મહુધા ડાકોર જતા રોડ પર વાંઠવાડી અને કેશરા ગામમાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. બાલાજી હનુમાનજી મંદિર આગળ તળપદા વિસ્તારમાં રહેતા 30 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોનું રોડ પર સ્થળાંતર કરવું પડ્યું.

કેશરા અને સિહુંજ ગામની હાલત  વધુ વિકટ બની

કેશરા અને સિહુંજ ગામની હાલત વધુ વિકટ બની છે પાણી ભરાવાના કારણે ઘરનાડુ નાનું હોવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. મસ્જિદ વિસ્તાર, પ્રાથમિક શાળા, રબારીવાસ અને બંને ઇન્દિરા નગરી વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સિહુંજ ગામમાં પણ મલકણો વહેરાએ નદી જેવું સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે ગામનો સંપર્ક અન્ય ગામોથી તૂટ્યો છે. સિહુંજ ગામમાં સૌથી વધુ પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર અને દૂધની ડેરીઓ બંધ થઇ ગઈ છે.

આ પણ  વાંચો -Gujarat Rain:રાજ્યમાં મેઘરાજાએ સર્જી તબાહી,જાણો ક્યાં કેટલો વરસ્યો મેઘો

તમામ મુખ્ય માર્ગો વરસાદના પાણીના કારણે બંધ

સુંઢા વણસોલ ગામ 'બેટ' સમાન બન્યું સુંઢા વણસોલ ગામમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ગામથી બહાર જવાના તમામ રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ જતાં ગામ 'બેટ' જેવી સ્થિતિમાં ફેરવાયું છે. હાલમાં ગામને જોડતા તમામ મુખ્ય માર્ગો વરસાદના પાણીના કારણે બંધ છે.

આ પણ  વાંચો -Rajkot Ahmedabad હાઇવે પર ભારે વરસાદને લઈ આખો રોડ ઉખડી ગયો, જુઓ Video

દોલપુરા નવચેતન ગામ સિહુંજ ગામ માંથી સંપર્ક વિહોણા બન્યા

સિહુંજ ગામમાં સૌથી વધુ પાણી ભરાયા હતા. સિહુંજ ગામ પાસે થી પસાર થતો મલકણો વહેરો એ નદી જેવું સ્વરૂપ ધારણ કર્યું હતું. નવાગામ દોલપુરા નવચેતન ગામ સિહુંજ ગામ માંથી સંપર્ક વિહોણા બન્યા હતા. વાહન વ્યવહાર. દૂધ ની ડેરીઓ તમામ બંધ રહ્યું. સિહુંજ ગામ પાસે ખાત્રજ મહુધા ફોરલેન રોડ પર થઈને પાણી પસાર થઇ રહ્યું છે.

અહેવાલ-કૃષ્ણ રાઠોડ -ખેડા 

Tags :
Dudh DairyKheda districtMehmedabadrainshaveroads closedSihunjVansol villagesVanthawadi Keshra
Next Article