Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડૂતભાઈઓ સાવધાન! ...નહીં તો કિસાન સન્માન નિધીનો 18 મો હપ્તો થશે કટ

Gujarat: ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 18 મો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ 30 મી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવી લેવું પડશે. જો કે, આધાર સીડીંગ...
ખેડૂતભાઈઓ સાવધાન     નહીં તો કિસાન સન્માન નિધીનો 18 મો હપ્તો થશે કટ

Gujarat: ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 18 મો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ 30 મી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવી લેવું પડશે. જો કે, આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવેલું નહીં હોય તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 18 મો હપ્તો નહી મળે.

Advertisement

30મી જુલાઈ સુધીનો આપવામાં આવ્યો છે સમય

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવવું ફરીજીયાત કરવામાં આવ્યું છે. ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 18 માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી તારીખ 30મી જુલાઈ, 2024 સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ કરાવી લેવું ફરજીયાત છે. જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમનો 18મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

બાંહેધરી આપી ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત આધાર સીડીંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે.

Advertisement

આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવશે

ઉલ્લેખનીય છે કે, બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે. આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થીત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવશે, તો પણ તેમનો 18મો હપ્તો જમા થઈ જશે. નોંધનીય છે કે, અત્યારે ગુજરાત (Gujarat) ખેડૂતો પણ અત્યારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 18 હપ્તા ઘણા સમયથી રાહ જોઈને બેઠી છે.

આ પણ વાંચો: Daman: સોશિયલ મીડિયામાં વાયરલ થવા બનાવી જોખમી રીલ, માંડ માંડ બચ્યો જીવ

આ પણ વાંચો: Ahmedabad: સગીરા પર દુષ્કર્મ ગુજારવા મામલે સાબરમતી પોલીસે કરી પાટણના યુવકની ધરપકડ

આ પણ વાંચો: Jetpur: ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તમેજ અખાદ્ય દૂધનો કર્યો પર્દાફાશ

Advertisement
Tags :
Advertisement

.