Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vijapur: વિધાનસભામાં ભાજપનો પરચમ યથાવત, વિજાપુરમાં સી.જે ચાવડાની જીત

Vijapur: વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું. ખાસ કરીને વિજાપુર બેઠકની વાત કરવામાં આવે તો આ પેટા વિધાનસભા ચૂંટણીમાં સી જે ચાવડાની જીત થઈ છે. તમને જણાવી દઇએ કે, વિજાપુર વિધાનસભા...
vijapur  વિધાનસભામાં ભાજપનો પરચમ યથાવત  વિજાપુરમાં સી જે ચાવડાની જીત

Vijapur: વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું. ખાસ કરીને વિજાપુર બેઠકની વાત કરવામાં આવે તો આ પેટા વિધાનસભા ચૂંટણીમાં સી જે ચાવડાની જીત થઈ છે. તમને જણાવી દઇએ કે, વિજાપુર વિધાનસભા બેઠક પર સી.જે ચાવડાની ભવ્ય જીત થઈ છે. ખાસ વિગતે વાત કરવામાં આવે તો, સી.જે ચાવડાની 54 હજાર મતો સાથે જીત થઈ છે.

Advertisement

દરેક પરિબળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો વિજય

તમને જણાવી દઇએ કે, સી.જે.ચાવડા વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. નોંધનીય છે કે, કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા બાદ અહીંથી તેમને ટિકિટ આપવામાં આવી હતી. જો કે, તેમને ટિકિટ આપવામાં આવતા ભાજપમાં આંતરિક વિખવાદ પણ જોવા મળ્યો હતો. પરંતુ આ દરેક પરિબળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. તમને જણાવી દઇએ કે, વિજાપુર સાથે સાથે પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા અને વાઘોડિયામાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 78,765 મતોથી ભવ્ય જીત થઈ છે.ટ

વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું

આ ચૂંટણી થવા પાછળના કારણની વાત કરવામાં આવે તો માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. આ સાથે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Porbandar: ફરી એકવાર પોરબંદરની જનતાએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા, થઈ ભવ્ય જીત

આ પણ વાંચો: Dharmendrasinh Vaghela: વાઘોડિયા બેઠક પર ભાજપની 78 હજાર મતની લીડ સાથે ભવ્ય જીત

આ પણ વાંચો: Lok sabha Election 2024: થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ જશે નવી સરકારની સ્થિતિ, અત્યારે BJP લીડમાં..

Tags :
Advertisement

.