Dahod: નાણાના મેરીટથી થાય છે ભોજન સંચાલકની ભરતી! અહીં પણ માત્ર પૈસાની બોલબાલા
Dahod: દાહોદમાં ભ્રષ્ટાચાર થયાની ઘટના સામે આવી છે. અત્યારે એક ઓડિયો ક્લિપ (Audio Clip) વાયરલ થઈ રહી છે. જેમાં સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારની વાત થતી હોય લેવું લાગી રહ્યું છે. આ ક્લિપમાં ચર્ચા થઈ રહીં છે કે, ‘સંચાલકની ભરતીમાં તો બધું પૈસાથી જ ચાલે છે.’ થાળા સંજેલી (Sanjeli)માં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં 2 લાખ લઇ ભરતી કરવાની વાત થતી હોય તેવી ઓડિયો ક્લિપ (Audio Clip) વાયરલ થઈ રહીં છે.
સંચાલકની ભરતીમાં અભ્યાસનું નહીં પણ પૈસાનું મેરીટ
મળતી વિગતો પ્રમાણે દાહોદ (Dahod)ના સંજેલીમાં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં બે-બે લાખ બોલાયા છે. સંચાલકની ભરતીમાં અભ્યાસનું નહીં પણ પૈસાનું મેરીટથી ભરતી કરાઈ હોવાનો ઓડિયો અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. સંજેલી તાલુકામાં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં અભ્યાસનું નહીં પણ પૈસાનું મેરીટથી ભરતી કરાઈ હોવાનું ઓડિયો ક્લિપ (Audio Clip)માં સ્પષ્ટ થઈ રહ્યું છે.
પૈસાની લેવડ દેવડની વાતચીતનો ઓડિયો થયો વાયરલ
નોંધનીય છે કે, પૈસાની લેવડ દેવડની વાતચીતનો ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ વાયરલ ઓડિયોમાં અરજદાર સાથે કોણ વાત કરે છે તે સ્પષ્ટ નથી થયું. પરંતુ ઓડિયો ક્લિપથી ભરતીમાં ભ્રષ્ટાચારની સ્પષ્ટ ચર્ચા થઈ રહીં છે. નોંધનીય છે કે, Dahod ના સંજેલી તાલુકામાં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં અભ્યાસનું નહીં પણ પૈસાનું મેરીટથી ભરતી કરાઈ હોવાનું ઓડિયો ક્લિપ (Audio Clip)માં સ્પષ્ટ રીતે પુરવાર થઈ રહ્યું છે.
વાયરલ ઓડિયોમાં દાહોદમાં ભોજન સંચાલકની ભરતીમાં પણ પૈસાની બોલબાલા જોવા મળી રહીં છે. વાયરલ ઓડિયો પ્રમાણે નાણાના મેરીટથી ભરતી થતી હોવાના આરોપ થઈ રહ્યા છે. ભોજન સંચાલકની ભરતી માટેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. વાયરલ ઓડિયો ક્લિપના આધારે ભરતીમાં કૌભાંડની ગંધ આવી રહીં છે. મધ્યાહન ભોજન સંચાલકની ભરતી માટે 2-2 લાખ લેવાતા હોવાનો દાવો.