Dahod: સરકારી અધિકારીને શું ઓછું પડ્યું? ખાનગી રિવોલ્વરથી કરી લીધી આત્મહત્યા
Dahod: દાહોદમાં એક સરકારી અધિકારી (Government Officer)એ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, દાહોદ (Dahod) વન વિભાગના અધિકારીએ પોતાની ખાનગી રિવોલ્વર વડે ગોળી મારી આપઘાત કરી લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોતાની ખાનગી રિવોલ્વરથી જ માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
નાયબ વન સંરક્ષકે પોતાનું જીવન ટૂંકાવ્યું
મળતી વિગતો પ્રમાણે નાયબ વન સંરક્ષક (Deputy Conservator of Forest) આર.એમ પરમારે (R.M Parmar) આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી અધિકારી આર.એમ પરમારે મોડી રાત્રે માથાના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ આખરે શા માટે આ સરકારી અધિકારીએ આપઘાત કર્યો તેનું કારણ અત્યારે પણ અકબંધ છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઘટનાને પગલે દાહોદ જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે.
અંબિકાનગર સોસાયટીમાં રહેતા હતા વન સંરક્ષણ અધિકારી
ઉલ્લેખનીય છે કે, શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલી એક અંબિકાનગર સોસાયટીમાં વન સંરક્ષણ અધિકારી રહેતા હતા. ત્યારે પોતાની બેડરૂમમાંથી ખાનગી રિવોલ્વર વડે આપઘાત કરી લીધો હતો. નોંધનીય છે કે, પરિવારજનોને ગોળીનો અવાજ સંભળાતા લોકો રૂમમાં દોડી આવ્યા હતા. રૂમમાં આવીને જોયું તો પરિવાર ડઘાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રમેશ પરમારે આપઘાત કરી લેતા પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. પરંતુ રમેશ પરમાર શા માટે આપઘાત કર્યો તેનું કારણ સામે આવ્યુ નથી.
ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોર્સટ મોર્ટમ માટે ખસેડાયો હતો. નોંધનીય છે કે, ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. ઘટનાને પગલે અત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.