Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana: જાહેરાતો દેખાડવા બિલ્ડરો બન્યા બેફામ, વૃક્ષોના ભોગે કરી રહ્યા છે ધંધો

Mehsana: પોતાનો ધંધો વધારવા માટે લોકો અત્યારે છેલ્લી હદ સુધી જઈ રહ્યા છે. માત્ર પૈસા કમાવવા માટે બિલ્ડરો (Builders) અત્યારે મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે. નોંધનીય છે કે, જાહેરાત માટે તેઓ મોટા મોટા હોડિંગ્સ લગાવતા હોય છે, અને...
mehsana  જાહેરાતો દેખાડવા બિલ્ડરો બન્યા બેફામ  વૃક્ષોના ભોગે કરી રહ્યા છે ધંધો

Mehsana: પોતાનો ધંધો વધારવા માટે લોકો અત્યારે છેલ્લી હદ સુધી જઈ રહ્યા છે. માત્ર પૈસા કમાવવા માટે બિલ્ડરો (Builders) અત્યારે મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે. નોંધનીય છે કે, જાહેરાત માટે તેઓ મોટા મોટા હોડિંગ્સ લગાવતા હોય છે, અને તેના માટે વૃક્ષોનું નિકંદન પણ કરી રહ્યા છે. આવો બનાવ થોડા સમય પહેલા અમદાવાદમાં બન્યો હતો. જ્યારે હવે આવી જ એક ઘટના મહેસાણા-રાધનપુર રોડ પર બની છે. વિગતે વાત કરવામાં આવે તો, રાધનપુર રોડ ઉપર બિલ્ડીંગ પ્રોજેકટની જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય તે માટે ઝાડ કાપી નાખ્યા છે.

Advertisement

હોર્ડિંગ્સ દેખાય તે માટે 4 ઝાડ કાપી દેવામાં આવ્યા

નોંધનીય છે કે, શૈલજા ગ્રીન નામની સાઇટ પાસે લગાવેલું હોર્ડિંગ્સ દેખાય તે માટે 4 ઝાડ કાપી દેવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે ભાજપના પૂર્વ શહેર મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ ઝાડ કાપતા મજૂરને અટકાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ રાજુભાઇ ચૌધરીએ વીડિઓ બનાવી સોશિયલ મીડિયામાં મુક્યો છે. અહીં પ્રશ્ન થાય છે કે, પરવાનગી વગર ઝાડ કાપી નાખવાની બિલ્ડરોને કોણે આપી પરવાનગી?

ઝાડ કાપી નાખનાર બિલ્ડરો સામે પગલાં ભરવા માંગણી

શું મહેસાણામાં ક્રેડાઈને કોઈ નિયમ લાગુ નથી પડતા? વૃક્ષ વાવવાની શરતે બિલ્ડરોને આવી પરવાનગી આપવામાં આવે છે, પરંતુ પોતાના હોર્ડિંગ્સ દેખાય તે માટે રોડ ઉપર ઉછરેલા ઝાડ કાપી નાખનાર બિલ્ડરો સામે પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે આવી અનેક ઘટનાઓ બની રહીં છે, જેમાં બિલ્ડરો પોતાની કંપનીની જાહેરાત માટે હોર્ડિંગ્સ લગાવતા હોય છે અને તેના માટે પર્યાવરણનું નુકસાન પહોંચાડતા જરા પણ અચકાતા નથી. શું પર્યાવરણના ભોગે વિકાસ કરવો યોગ્ય છે?

Advertisement

આ પણ વાંચો: Rajpipla: ખેતરમાંથી જથ્થાબંધ પાકીટ મળી આવતાં સર્જાયું કુતૂહલ, ખેડૂતો પોલીસને કરી જાણ

આ પણ વાંચો: Rain Forecast: ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, વડોદરાથી NDRFની 7 ટીમ કરાઈ રવાના

આ પણ વાંચો: AMC Pre-Monsoon : અમદાવાદમાં વરસાદ પડતાની સાથે તંત્રની પોલ ખુલી, National Highway 8 પર ભરાયા પાણી

Advertisement

.