Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Accident : હાજીપુરમાં ઝડપી ટ્રકે રિક્ષાને મારી ટક્કર, 3 મહિલા સહિત 5 ના મોત...

બિહાર (Bihar)ના વૈશાલી જિલ્લાના હાજીપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા ટ્રકે રિક્ષાને કચડી નાખી હતી. આ અકસ્માત (Accident)માં 3 મહિલા સહિત 5 લોકોના મોત થયા છે. 4 ની હાલત ગંભીર છે. ઘાયલોને પટના પીએમસીએચમાં રીફર...
bihar accident   હાજીપુરમાં ઝડપી ટ્રકે રિક્ષાને મારી ટક્કર  3 મહિલા સહિત 5 ના મોત
Advertisement

બિહાર (Bihar)ના વૈશાલી જિલ્લાના હાજીપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા ટ્રકે રિક્ષાને કચડી નાખી હતી. આ અકસ્માત (Accident)માં 3 મહિલા સહિત 5 લોકોના મોત થયા છે. 4 ની હાલત ગંભીર છે. ઘાયલોને પટના પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યા છે. જ્યાં તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.

Advertisement

લોકો મંદિરમાંથી પૂજા કરીને પરત ફરી રહ્યા હતા...

સ્થાનિક લોકોએ જણાવ્યું કે રિક્ષામાં મુસાફરી કરી રહેલા તમામ લોકો મંદિરથી પૂજા કરીને પરત ફરી રહ્યા હતા. રિક્ષામાં એક જ પરિવારના ઘણા લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ ઉપરાંત પાડોશમાં રહેતા લોકો પણ મંદિરમાં પૂજા કરીને રિક્ષા દ્વારા પરત ફરી રહ્યા હતા. ત્યારે એક ઝડપી ટ્રકે રોડ પર રિક્ષાને ટક્કર મારી હતી.

Advertisement

Advertisement

રિક્ષામાં 9 લોકો સવાર હતા...

રિક્ષામાં કુલ 9 લોકો મુસાફરી કરી રહ્યા હતા જે અકસ્માત (Accident)ના ભોગ બન્યા હતા. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોના જિલ્લા હોસ્પિટલમાં મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ ચાર બાળકોને સારવાર માટે પટનાના પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકો અને ઘાયલોની ઓળખ...

અકસ્માત (Accident)માં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. રિક્ષામાં મુસાફરી કરી રહેલા તમામ લોકો મુઝફ્ફરપુર જિલ્લાના મોતીપુરના રહેવાસી હતા. આ તમામ લોકો સોમવારે હાજીપુરના બુધિયા મૈયા મંદિરમાં પૂજા કરીને રિક્ષામાં તેમના પરિવાર અને પડોશીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા.

આ અકસ્માત NH-74 માં થયો હતો...

પોલીસે જણાવ્યું કે રિક્ષામાં 9 લોકો ઘરે પરત ફરી રહ્યા હતા જે અકસ્માત (Accident)નો ભોગ બન્યા હતા. આ દરમિયાન વૈશાલી જિલ્લાના વૈશાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાનપુર રત્તી ગામમાં NH-74 પર એક ઝડપી ટ્રકે રિક્ષાને કચડી નાખી હતી. આ અકસ્માત (Accident)માં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. બાકીની પટનાના પીએમસીએચમાં સારવાર ચાલી રહી છે. તમામની હાલત નાજુક છે.

આ પણ વાંચો : Delhi Coaching Centre Incident : દિલ્હી પોલીસે MCD ને મોકલી નોટિસ, અધિકારીઓની કરાશે પૂછપરછ...

આ પણ વાંચો : Rahul Gandhi ના નિવેદનને લઈને નિર્મલા સીતારમણને કેમ આવ્યું હસવું, જુઓ Video

આ પણ વાંચો : Delhi High Court : બાબા રામદેવને મોટો ઝટકો, 'કોરોનિલને લગતા તમામ દાવા પાછા ખેંચો...'

Tags :
Advertisement

Trending News

.

×