Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદનાં ઝોન 1 DCP ડૉ. લવીના સિન્હાએ પ્રભુતામાં પગલાં પાડ્યા, IAS અધિકારીને બનાવ્યા જીવનસાથી

હાલમાં જ ગુજરાતનાં 77 IPS અધિકારીઓની બદલી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં 20 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી કરાઈ છે.. અમદાવાદ જિલ્લાનાં વિરમગામ તાલુકામાં ASP તરીકે ફરજ બજાવતા યંગ IPS ઓફિસર ડૉ.લવીના સિન્હાની અમદાવાદનાં ઝોન -1 DCP તરીકે બદલી કરાઈ છે.મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પોસ્ટીંગ થતાની સાથે જ તેઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. 27મી એપ્રિલનાં રોજ અમદાવાદનાં IPS મેસ ખાતે તેઓએ મૂળ મધà
અમદાવાદનાં ઝોન 1 dcp ડૉ  લવીના સિન્હાએ પ્રભુતામાં પગલાં પાડ્યા  ias અધિકારીને બનાવ્યા જીવનસાથી
Advertisement
હાલમાં જ ગુજરાતનાં 77 IPS અધિકારીઓની બદલી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં 20 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી કરાઈ છે.. અમદાવાદ જિલ્લાનાં વિરમગામ તાલુકામાં ASP તરીકે ફરજ બજાવતા યંગ IPS ઓફિસર ડૉ.લવીના સિન્હાની અમદાવાદનાં ઝોન -1 DCP તરીકે બદલી કરાઈ છે.મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પોસ્ટીંગ થતાની સાથે જ તેઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. 27મી એપ્રિલનાં રોજ અમદાવાદનાં IPS મેસ ખાતે તેઓએ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ આંધપ્રદેશમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા IAS ઓફિસર વિદેહ ખારે સાથે લગ્ન કર્યાં છે.આ દંપતીના સૌથી રસપ્રદ વાત એ છે કે ડૉ.લવીના સિન્હાના જીવનસાથી તેઓ કરતા ઉંમરમાં એક વર્ષ નાના છે.
મહત્વનું છે કે લવીના સિન્હા વર્ષ 2016માં લેવાયેલી UPSC ની પરિક્ષા 183માં રેન્ક સાથે ક્લીયર કરી હતી.2017 ની કેડરના IPS ઓફિસરની સાથે તેઓ ડોક્ટર પણ છે, તેઓએ MBBS અને MD MEDICINE નો અભ્યાસ કર્યો અને ગુજરાતનાં પૂર્વ ચીફ સેક્રેટરી અને રાજ્ય ચુંટણી કમિશનર વરેશ સિન્હાની દિકરી છે.. અને વર્ષ 2010ની બેચનાં IPS ઓફિસર અને હાલ સ્ટેટ મોનિટરીંગ સેલનાં એસપી નિર્લિપ્ત રાયની સાળી છે.ગાંધીનગરની IIT કોલેજમાં તેઓએ અભ્યાસ કર્યો છે..
લવીનાં સિન્હાનાં જીવનસાથી વિદેહ ખારેની વાત કરવામાં આવે મધ્ય પ્રદેશમાં જન્મેલા વિદેહ ખારે એ 2016 ના UPSC ની પરીક્ષા 205 માં રેન્ક પર ક્લિયર કરી હતી.. હાલમાં જ તેઓએ આંધ્ર પ્રદેશ કેડરથી ગુજરાત કેડરમાં બદલી કરાવી છે..વિદેહ ખારે 2017ની બેચનાં આંધ્રપ્રદેશનાં IAS અધિકારી છે અને હાલમાં આંધ્રપ્રદેશના નેલ્લોરમાં જોઈન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે..હાલમાં જ IAS ઓફિસર વિદેહ ખારે અને IPS ઓફિસર લવીનાં સિન્હાનાં અમદાવાદમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં મુખ્યમંત્રી સહિત અનેક VVIP લોકોએ હાજરી આપી હતી, ત્યારે તેઓનાં જીવનસાથીએ આંધ્રપ્રદેશ કેડરમાંથી ગુજરાત કેડરમાં ટ્રાન્સફર કરાવતા એ વાત તો નક્કી છે કે  ડૉ. લવીનાં સિન્હા ગુજરાતમાં જ તેઓનાં જીવનસાથી સાથે ફરજ બજાવશે.
Tags :
Advertisement

Related News

featured-img
એક્સક્લુઝીવ

ED, એસીબી અને સીઆઈડી ક્રાઈમને આર્થિક કૌભાંડના કેસોમાં મદદ કરનારા CA Durgesh Pandey ખેલાડી નીકળ્યા

featured-img
એક્સક્લુઝીવ

Lucky Draw Scam: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રો, પોલીસ આવતા આયોજકો-એજન્ટોમાં નાસભાગ

featured-img
એક્સક્લુઝીવ

Exclusive: બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભા, ધાનેરાના લોકો હવે આકરા પાણીએ?

featured-img
એક્સક્લુઝીવ

Exclusive: ‘અમારો જિલ્લો, વાવ-થરાદ’ વિભાજનના વિરોધ વચ્ચે નવા જિલ્લાના સમર્થનમાં આવ્યું કોંગ્રેસ

featured-img
એક્સક્લુઝીવ

Nirlipt Rai ના તપાસ રિપોર્ટે પોલીસ બેડામાં મચાવ્યો ખળભળાટ, 4 પોલીસ કર્મી ગેરકાયદે વિદેશ પ્રવાસ બદલ સસ્પેન્ડ

featured-img
રાજકોટ

Amreli Letter Kand : પૂર્વ CM વિજય રૂપાણી અને સહકારી નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

×

Live Tv

Trending News

.

×