Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Zomato ડિલિવરી બોય દીકરીને ખોળામાં લઈને ડિલીવરી કરવા પહોંચ્યો, જાણો પછી શું થયું

સોશિયલ મીડિયા પર રોજ  લાખોમાં વિડીયો વાયરલ  થતાં  હોય  છે ત્યારે  કયો વિડીયો ક્યારે  વાયરલ થશે. તેનો  ખ્યાલ  રહેતો નથી . ઘણીવાર  એવા પણ વિડીયો વાયરલ થતાં  હોય છે જે આપણા દીલને સ્પર્શી  જતાં  હોય છે.  ત્યારે એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે .આ વ્યક્તિ  પેટનો ખાડો પૂરવા  બાળકને  પેટે બાંધીને  Zomatoની ફૂડ ડિલવરી કરવા જાય છે. ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરતા માણસના  આ સંઘર્ષથી તમે પણ  પીગળી જશો.
zomato ડિલિવરી બોય દીકરીને ખોળામાં લઈને ડિલીવરી કરવા પહોંચ્યો  જાણો પછી શું થયું
સોશિયલ મીડિયા પર રોજ  લાખોમાં વિડીયો વાયરલ  થતાં  હોય  છે ત્યારે  કયો વિડીયો ક્યારે  વાયરલ થશે. તેનો  ખ્યાલ  રહેતો નથી . ઘણીવાર  એવા પણ વિડીયો વાયરલ થતાં  હોય છે જે આપણા દીલને સ્પર્શી  જતાં  હોય છે.  ત્યારે એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે .આ વ્યક્તિ  પેટનો ખાડો પૂરવા  બાળકને  પેટે બાંધીને  Zomatoની ફૂડ ડિલવરી કરવા જાય છે. ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરતા માણસના  આ સંઘર્ષથી તમે પણ  પીગળી જશો. ફૂડ બ્લોગર સૌરભ પંજવાણીએ ઇન્સ્ટાગ્રામ પર  આ વિડીયો  અપલોડ કર્યો હતો.
Zomato એજન્ટ સોંપાયેલ ઓર્ડર પહોંચાડવા માટે ઘરે-ઘરે જતાં  હોય છે .એજન્ટ  પુત્રીને  તેના ખોળામાં   અને  નાના છોકરા સાથે જોવા મળી રહ્યો છે. સૌરભ પંજવાનીના આ વિડીયોમાં ડિલિવરી બોયને તેના ઓર્ડર સાથે બતાવવામાં આવ્યો છે. તેના બે બાળકોને એકસાથે જોયા પછી સૌરભે તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે ડિલિવરી પાર્ટનરની નોકરી અને બાળકો વિશે પ્રશ્નો પૂછે છે, જેના જવાબમાં તે કહે છે કે તે તેની પુત્રીને સાથે લાવે છે, જયારે  પુત્ર તેને કામમાં મદદ કરે છે.
Advertisement

વાયરલ થઈ રહેલો આ વિડીયો  લોકોને  ઘણી  પ્રેરણા આપી રહ્યો છે  આ Zomato ડિલિવરી પાર્ટનર બે બાળકો સાથે આખો દિવસ તડકામાં વિતાવે છે. આપણે શીખવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો તે કંઈપણ કરી શકે છે. ફૂડ બ્લોગરે ત્રણ અઠવાડિયા પહેલા આ વિડિયો શેર કર્યો ત્યારથી તેને ઘણી કોમેન્ટ્સ મળી છે અને તે વાયરલ થઈ ગયો છે.લાખો લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ  આવી રહ્યો છે 
Tags :
Advertisement

.