રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનાં પત્ની આવ્યાં મેદાને જાણો શું કહ્યું.......
યુક્રેન પર રશિયાના આક્રમણને 12 દિવસ થઈ ગયા છે. રશિયન સેના સતત યુક્રેન પર પોતાનો કબ્જો જમાવવા પ્રયત્નો કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સોશિયલ મીડિયા પર સતત સક્રિય છે, પરિસ્થિતિ વિશે માહિતી આપી રહ્યા છે તેમજ વિશ્વને મદદ માટે વિનંતી કરી રહ્યા છે. ઝેલેન્સકીની જેમ તેમનાં પત્ની અને યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કી પણ સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવà
યુક્રેન પર રશિયાના આક્રમણને 12 દિવસ થઈ ગયા છે. રશિયન સેના સતત યુક્રેન પર પોતાનો કબ્જો જમાવવા પ્રયત્નો કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સોશિયલ મીડિયા પર સતત સક્રિય છે, પરિસ્થિતિ વિશે માહિતી આપી રહ્યા છે તેમજ વિશ્વને મદદ માટે વિનંતી કરી રહ્યા છે. ઝેલેન્સકીની જેમ તેમનાં પત્ની અને યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કી પણ સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવીને આ યુદ્ધ લડી રહ્યાં છે.
ઓલેનાએ એક ટેલિગ્રામ ચેનલ શરૂ કરી છે જ્યાંથી તે લોકોના સવાલોના જવાબ આપી રહી છે. ઓલેનાએ કહ્યું કે, આજે લોકો તેને પૂછે છે કે યુદ્ધના સમયમાં પોતાને કેવી રીતે બચાવી શકાય? તેઓ યુક્રેનને કેવી રીતે મદદ કરી શકે? આવા અનેક સવાલોના જવાબ આપવા માટે તેણે પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરી છે. ઓલેના ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર પરિસ્થિતિ અને સરકારના નિર્ણયો વિશેની માહિતી શેર કરે છે. યુદ્ધમાં ઓલેના વિશે ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ઝેલેન્સકીએ પોતે કહ્યું કે તેનો પરિવાર દુશ્મનની હિટલિસ્ટમાં બીજા ક્રમે છે.
ઓલેના બન્યાં પતિની ઢાલ
ઝેલેન્સકીને અમેરિકા દ્વારા દેશ છોડવાની ઓફર કરવામાં આવી હતી, જે તેણે નકારી કાઢી હતી. ઓલેના પણ યુક્રેન છોડવા તૈયાર નથી. તેણે કહ્યું કે અમારે અહીંથી બહાર નીકળવા માટે મદદની જરૂર નથી. અમને અમારા સૈનિકો અને સામાન્ય નાગરિકો માટે વિશ્વભરના સમર્થનની જરૂર છે. આ મદદ માત્ર શબ્દોમાં ન હોવી જોઈએ. ઝેલેન્સકી અને ઓલેનાના લગ્ન 2003 માં થયા હતા. ઓલેનાએ ઝેલેન્સકીના પ્રખ્યાત શો 'સર્વન્ટ ઓફ ધ પીપલ'ની સ્ક્રિપ્ટ લખી હતી.
Advertisement