ઝહીર ઈકબાલનો સોનાક્ષી સિન્હા સાથેના સંબંધનો સ્વીકાર-' આઈ લવ યુ' કહીને રિલેશનશિપ કન્ફર્મ કરી!
2 જૂનના રોજ સોનાક્ષી સિન્હાનો જન્મદિવસ હતો. અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું અફેર ઘણા સમયથી ચર્ચામાં છે. આખરે હવે ઝહીર ઈકબાલે સોશિયલ મીડિયા પર પોતાના દિલની વાત સ્વીકારી દીધી છે. લાંબા સમયની અટકળો બાદ ઝહીરે પોતાની લાગણીઓ વ્યક્ત કરી બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા છેલ્લા કેટલાક સમયથી તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. છેલ્લાં કેટલાક સમયથી તેનું નામ એક્ટર ઝહીર ઈકબાલ àª
Advertisement
2 જૂનના રોજ સોનાક્ષી સિન્હાનો જન્મદિવસ હતો. અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું અફેર ઘણા સમયથી ચર્ચામાં છે. આખરે હવે ઝહીર ઈકબાલે સોશિયલ મીડિયા પર પોતાના દિલની વાત સ્વીકારી દીધી છે.
લાંબા સમયની અટકળો બાદ ઝહીરે પોતાની લાગણીઓ વ્યક્ત કરી
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા છેલ્લા કેટલાક સમયથી તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. છેલ્લાં કેટલાક સમયથી તેનું નામ એક્ટર ઝહીર ઈકબાલ સાથે જોડાઈ રહ્યું છે. જો કે, બંને તરફથી વારંવાર એવું કહેવામાં આવે છે કે તેમની વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ છે. બંને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ એકબીજાના વખાણ કરતા રહે છે, પરંતુ આજ સુધી બંનેમાંથી કોઈએ એ વાત સ્વીકારી નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ પહેલાં સોનાક્ષી સિન્હાએ પોતાના સશિયલ મિડિયા એકાઉન્ટ પર ડાયમંડ રીંગ ફ્લોન્ટ કરતી કેટલીક તસ્વીરો શેર કરી હતી. તે સમયે પણ લોકો અટકળો સેવી રહ્યાં હતાં કે સોનાક્ષી અને ઇકબાલે સગાઇ કરી લીધી છે. જો કે તે સોનાક્ષીના નેઇલ બ્રાન્ડનું પ્રમોશન હોવાનું સામે આવ્યું હતું. જો કે આ વખતે આખરે લાંબા સમયની અટકળો બાદ ઝહીરે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.
ઝહીરે સોનાક્ષી સિંહાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો
તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાએ હાલમાં જ 2જી જૂને પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. અભિનેત્રીના જન્મદિવસના થોડા દિવસો બાદ ઝહીરે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા ઝહીર ઈકબાલે આખી દુનિયાની સામે કહ્યું છે કે તે સોનાક્ષી સિંહાને પ્રેમ કરે છે. ઝહીરે સોનાક્ષી સિંહાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં સોનાક્ષી સિન્હા ફ્લાઈટમાં નાસ્તાની મજા લેતી જોવા મળી રહી છે. વીડિયોમાં સોનાક્ષી સાથે ઝહીર ઈકબાલ પણ જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતા ઝહીર ઈકબાલે કેપ્શન આપ્યું છે, 'હેપ્પી બર્થ ડે સોંજ મને ન મારવા બદલ આભાર. આઇ લવ યુ, તને આવું ઘણું બધું સારુ ફૂડ, ફ્લાઈટ્સ, પ્રેમ અને ખુશીઓ મળે.' વીડિયોમાં સોનાક્ષી અને ઝહીરની સ્પેશિયલ બોન્ડિંગ જોવા મળી રહી છે.
ઝહીર ઈકબાલે પોતાના સંબંધ પર આ વાત કહી
આ પહેલા એક ઈન્ટરવ્યુમાં ઝહીર ઈકબાલે પોતાના અને સોનાક્ષી સિન્હાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. ઝહીર ઈકબાલે કહ્યું હતું કે, 'આ અહેવાલો ઘણાં સમયથી ચાલી રહ્યા છે. આ અફવાઓ માટે આટલો લાંબો સમય થઈ ગયો છે કે મને સહેજ પણ પરવા નથી. જો તે તમને આ જાણીને ખુશી મળે છે તો તે ઠીક છે. જો તમે આ વિશે દુઃખી છો, તો તમારે તમારી જાતને મદદ કરવા માટે ખુશ થવું પડશે. તમારે આ બધા વિશે વિચારવાનું બંધ કરવું પડશે. તે જ સમયે, સોનાક્ષી સિંહા આ મામલે અત્યાર સુધી મૌન છે.