તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ પર પોલીસે લગાવ્યા ગંભીર આરોપ
ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં ફર્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.
Bhavnagar Dummy Kand : યુવરાજસિંહના સાળા શિવુભાએ નીલમબાગ પોલીસ મથકમાં કર્યું સરેન્ડર#Bhavnagar #DummyKand @YAJadeja @SPBhavnagar #Gujaratfirst #dummyscam #DummyCandidate pic.twitter.com/Ea50oIjavz
— Gujarat First (@GujaratFirst) April 25, 2023
કોણ છે શિવુભા ગોહિલ અને તેમના પર લગાવેલા આરોપો નીચે પ્રમાણે છે
- યુવરાજસિંહના સાળા છે શિવુભા ગોહિલ
- ભાવનગરના વિક્ટોરીયા પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં શિવુભાની ઓફિસ આવેલી છે.
- પોલીસ FIR મુજબ શિવુભાની ઓફિસે પૈસા માટે બેઠક થઈ હતી તેવું જણાવ્યું છે.
- પ્રકાશકુમાર બારૈયા તથા પ્રદીપ બારૈયા પાસેથી પૈસા કઢાવવા ઓફિસે બેઠકો થઈ હતી.
- 28 માર્ચના પીકેની મેટરમાં ફાઈનલ મીટિંગ શિવુભાની ઓફિસે થઈ હતી.
- 30 માર્ચના પ્રદીપ બારૈયા માટેની મીટિંગ પણ શિવુભાની ઓફિસે જ થઈ હતી.
- શિવુભાએ ઓફિસના DVR ડિલીટ માર્યા હોવાનો પોલીસે આરોપ કર્યો છે.
- કોમ્પલેક્ષના CCTVના રેકોર્ડિંગ ડિલીટ કરી 3 વાર ફોર્મેટ માર્યાનો આરોપ પણ તેમના પર લગાવવામાં આવ્યો છે.
- પોલીસે ડિલીટ કરાયેલા DVR રિકવર કર્યા છે.
- શિવુભાએ બિપીન અને ઘનશ્યામને તોડની રકમમાંથી 10% રકમ આપ્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : તોડકાંડ કેસમાં વધુ એક વળાંક, યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર