Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જીવનનો ગુજારો કરવા આવેલ પરપ્રાંતીય યુવાનને જેતપુરમાં મળ્યું મોત, તાપસ શરુ

જેતપુરનાં દેરડીની ધાર પાસે આવેલ શિવ ફેલ્ટ ફિનીસિંગ નામના કારખાનામાં મજૂરી અર્થે આવેલ યુવાનનું નદીમાં નાહવા પડતા મૃત્યુ થયું છે. 18 વર્ષીય યુવાન  નીતિનજય રાજેશ ગુપ્તા  જે  ઉત્તર પ્રદેશના ગહના ગામ  જી. મૌઉનો રહેવાસી  હતો.  શનિવારે બપોરે ત્રણ વાગ્યા આસપાસ મજૂરી કામ પૂરું કરી જોડિયા હનુમાન પાસેથી ભાદર નદીના નારપાટમાં પોતાના સાથી મિત્રો સાથે ન્હાવા માટે ગયેલ હતો.પરપ્રાંતીય યુવાન અàª
જીવનનો ગુજારો કરવા આવેલ પરપ્રાંતીય યુવાનને જેતપુરમાં મળ્યું મોત  તાપસ શરુ
જેતપુરનાં દેરડીની ધાર પાસે આવેલ શિવ ફેલ્ટ ફિનીસિંગ નામના કારખાનામાં મજૂરી અર્થે આવેલ યુવાનનું નદીમાં નાહવા પડતા મૃત્યુ થયું છે. 18 વર્ષીય યુવાન  નીતિનજય રાજેશ ગુપ્તા  જે  ઉત્તર પ્રદેશના ગહના ગામ  જી. મૌઉનો રહેવાસી  હતો.  શનિવારે બપોરે ત્રણ વાગ્યા આસપાસ મજૂરી કામ પૂરું કરી જોડિયા હનુમાન પાસેથી ભાદર નદીના નારપાટમાં પોતાના સાથી મિત્રો સાથે ન્હાવા માટે ગયેલ હતો.
પરપ્રાંતીય યુવાન અને તેમના મિત્રો  ન્હાતા સમયે અચાનક નીતીનજયનો પગ લપસતાં પાણીમાં ગરકાવ  થયો હતો. આ જાણ યુવાન સાથે ન્હાવા આવેલ સાથી મિત્રોને જાણ થતાં બુમાં બૂમ કરતા આજુબાજુ વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકને બહાર કાઢવામાં આવ્યો અને  જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 
ફરજપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે જેતપુર સિટી પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.