Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્ધવ સરકારમાં આંતકવાદી યાકુબ મેમણની 'કબર' બની 'મઝાર'? મહારાષ્ટ્રમાં ફરી રાજકીય હંગામો

મુંબઈ 1993 બ્લાસ્ટના દોષી યાકુબ મેમણને 30 જુલાઈ 2015 ના રોજ નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેનો ભાઈ ટાઈગર મેમણ પણ શ્રેણીબદ્ધ વિસ્ફોટોનો મુખ્ય આરોપી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈએ જોર પક્ડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકાર પર કબરને મઝારમાં પરિવર્તિત કરવાનો અને તેના બ્યુટિફિકેશનનો આરોપ લગાવ્
ઉદ્ધવ સરકારમાં આંતકવાદી યાકુબ મેમણની  કબર  બની  મઝાર   મહારાષ્ટ્રમાં ફરી રાજકીય હંગામો
મુંબઈ 1993 બ્લાસ્ટના દોષી યાકુબ મેમણને 30 જુલાઈ 2015 ના રોજ નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેનો ભાઈ ટાઈગર મેમણ પણ શ્રેણીબદ્ધ વિસ્ફોટોનો મુખ્ય આરોપી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈએ જોર પક્ડ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકાર પર કબરને મઝારમાં પરિવર્તિત કરવાનો અને તેના બ્યુટિફિકેશનનો આરોપ લગાવ્યો છે. આ સાથે પાર્ટીએ મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાસેથી દેશની માફી માંગવાની પણ માંગ કરી છે. 
 ઉદ્વવ ઠાકરે સહિત શરદ પવાર અને રાહુલ ગાંધીએ મુંબઈની જનતાની માફી માંગવી જોઈએ
બીજેપી નેતા રામ કદમે ટ્વીટ કર્યું, 'ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી હતા. તે સમયગાળા દરમિયાન, પાકિસ્તાનના ઈશારે મુંબઈમાં 1993માં બોમ્બની ઘટનાને અંજામ આપનાર ખતરનાક આતંકવાદી યાકુબ મેમણની કબર મજારમાં ફેરવાઈ ગઈ હતી. આ તેમનો મુંબઈ પ્રત્યેનો પ્રેમ છે, આ તેમની દેશભક્તિ છે? ઉદ્ધવ ઠાકરે સહિત શરદ પવાર અને રાહુલ ગાંધીએ મુંબઈની જનતાની માફી માંગવી જોઈએ. આ સાથે તેમણે ટ્વીટ કરતા કબરના બે ફોટા પણ શેર કર્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે. કબર પહેલા કેવી દેખાતી હતી, પરંતુ હવે તે આવી દેખાય છે? કદમે શેર કરેલી તસવીર અનુસાર, નવી તસવીરમાં કબર પર માર્બલ અને લાઇટ જોવા મળી રહી છે. જ્યારે, જૂનું ચિત્ર આનાથી અલગ છે.
Advertisement


યાકૂબનો ભાઇ ટાઈગર મેમણ પણ મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ મામલે કડક કાર્યવાહીના સંકેત પણ આપ્યા છે. "બદલી ગયેલી સરકારમાં, આતંકવાદીઓને તેમની જગ્યા બતાવવામાં આવશે કે ત્યાં શું હોવું જોઈએ, મેમણને નાગપુર સેન્ટ્રલ જેલમાં 30 જુલાઈ 2015ના રોજ ફાંસી આપવામાં આવી હતી. યાકૂબનો ભાઇ ટાઈગર મેમણ પણ મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે.
મેમણને ક્યાં દફનાવવામાં આવ્યો છે?
મેમણને મુંબઈના બડા કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, જામા મસ્જિદના અધ્યક્ષે સ્વીકાર્યું છે કે કબરનું બ્યુટિફિકેશન કરવામાં  આવ્યું હતું, પરંતુ એવું પણ કહેવામાં આવ્યું હતું કે યાકુબની કબર માટે આવું કરવા માટે કોઈ અલગથી પરવાનગી આપવામાં આવી નથી. 
Tags :
Advertisement

.