Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 Tickets : World Cup ની ટિકિટ કયાં અને કેવી રીતે બુક કરવી ? વાંચો આ અહેવાલ

World Cup 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ICC દ્વારા 27 જૂને વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 10 ટીમો સાથે કુલ 48 મેચો રમાશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ મેચ છેલ્લી વખત ફાઇનલિસ્ટ...
world cup 2023 tickets   world cup ની  ટિકિટ કયાં અને કેવી રીતે બુક કરવી   વાંચો આ અહેવાલ

World Cup 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ICC દ્વારા 27 જૂને વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 10 ટીમો સાથે કુલ 48 મેચો રમાશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ મેચ છેલ્લી વખત ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે યોજાશે. હજુ સુધી મેચોની Tickets અંગે કંઈ સ્પષ્ટ થયું નથી.

Advertisement

અમે તમને જણાવીશું કે વર્લ્ડ કપની ટિકિટ કેવી રીતે બુક કરવી. જો કે હજુ સુધી ટુર્નામેન્ટની ટિકિટ જારી કરવામાં આવી નથી. 'ઈકોનોમિક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, વર્લ્ડ કપની Tickets ટૂંક સમયમાં આવી જશે. મોટાભાગની Tickets ઓનલાઈન જ આવશે. ટિકિટ ICCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ સિવાય Bookmyshow, Paytm અને Paytm Insidersપર પણ ટિકિટ ઉપલબ્ધ થશે.

Advertisement

મળતી માહિતી અનુસાર ટિકિટની કિંમત પ્રતિ ટિકિટ 500 થી 10,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ટિકિટની કિંમત સ્થળ પ્રમાણે નક્કી કરી શકાય છે. વર્લ્ડ કપની તમામ મેચો કુલ 10 સ્થળોએ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે રમાનારી ભારત-પાક મેચને લઈને ચાહકો વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ મેચની ટિકિટો કયા ભાવે આવશે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે, ટિકિટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ પછી 11મીએ ટીમ ઈન્ડિયાનો દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે મુકાબલો થશે. ત્યારબાદ 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકની શાનદાર મેચ જોવા મળશે.

Advertisement

ચાહકો વર્લ્ડકપ માટે ઉત્સાહિત

લાંબા સમય બાદ ભારતમાં ICCની કોઈ ઈવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં ચાહકો આ મેચો માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે રમાનારી મેચની અસર હવેથી જ જોવા મળી રહી છે. અમદાવાદમાં 15 ઓક્ટોબરના દિવસ માટે હોટલોમાં રૂમનું ભાડું આકાશે આંબ્યુ છે.

આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ 

  • ભારત - ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નાઈ.
  • ભારત - અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી.
  • ભારત - પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ.
  • ભારત - બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે.
  • ભારત - ન્યુઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાલા.
  • ભારત - ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ.
  • ભારત - શ્રીલંકા, 2 નવેમ્બર, મુંબઈ.
  • ભારત - દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા.
  • ભારત - નેધરલેન્ડ, 11 નવેમ્બર, બેંગલુરુ

આપણ  વાંચો-MS ધોની જે બેટથી બન્યા હતા વિશ્વના નંબર 1, તે બેટ તેમને કોને આપી દીધું? વાંચો આ અહેવાલ…

Tags :
Advertisement

.