Weather Alert: કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી, અમદાવાદમાં નોધાંયુ 13.5 ડિગ્રી તાપમાન
- 8 શહેરમાં સરેરાશ 12 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ
- અમદાવાદમાં નોધાંયુ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ
- અમદાવાદમાં આગામી 3 દિવસ 15 ડિગ્રી તાપમાનનની શક્યતા: હવામાન વિભાગ
- અમદાવાદમાં અગામી 5 દિવસ 12 ડિગ્રી તાપમાનની શક્યતા: હવામાન વિભાગ
Weather Alert in Gujarat: ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં દિનપ્રતિદિન ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, 8 શહેરોમાં સરેરાશ 12 ડિગ્રી સે.નું તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદમાં 13.5 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નલિયામાં 6.2 ડિગ્રી અને ડીસામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાનના ઘટાડાને કારણે શહેરોમાં ઠંડીનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે.
કચ્છ જિલ્લામાં બે દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી
આ સાથે કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો બે દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે અને તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંકડાની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માટે 15 ડિગ્રી સે.નું તાપમાન રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેથી અમદાવાદ શહેરમાં હજી વધારે ઠંડીનો અનુભવ થઈ શકે તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાતો અનુસાર, અમદાવાદમાં આગામી 5 દિવસ માટે 12 ડિગ્રી સે. તાપમાન રહેવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો: Porbandar: ‘હે રામ’ના નામ સાથે નીકળી પાણીની અંતિમયાત્રા, કારણ જાણી તમે પણ ચોંકી જશો
અમદાવાદ શહેરમાં હજી વધારે ઠંડીનો અનુભવ થશે
આ પ્રકારના ઠંડા અને શીતમાસી હવામાનમાં લોકો આરોગ્ય માટે ખાસ સાવધાની રાખવા અને ગરમ કપડા પહેરી સ્થાસ્થ્યની સંભાળ રાખવી જરૂરી છે. આ ઠંડીના પ્રભાવને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં હવામાન વિભાગ સતત અપડેટ્સ આપતા રહે છે, જેથી લોકો શક્ય તટસ્થ રીતે એડજસ્ટ કરી શકાય. ગુજરાતમાં હજી પણ ઠંડીનું જોર વધવાની સંપૂર્ણ સંભાવનાઓ જોવા મળી રહીં છે.
આ પણ વાંચો: Banaskantha: ‘ચમત્કાર જોવો હોય તો જયંત પડ્યા આવી જાય થરા’ વિજ્ઞાન જાથાને ફેંક્યો પડકાર