રાજકોટમાં બર્થ ડે પાર્ટી ઉજવવા ચોરી કરનારા ધનાઢ્ય નબીરા ઝડપાયા
રાજકોટ શહેરમાં એક જ સપ્તાહમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન બે જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. બર્થ ડે પાર્ટી ઉજવવા માટે ધનાઢ્ય માતા-પિતાના બાળકો ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ જેટલા ચોંકાà
Advertisement
રાજકોટ શહેરમાં એક જ સપ્તાહમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન બે જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. બર્થ ડે પાર્ટી ઉજવવા માટે ધનાઢ્ય માતા-પિતાના બાળકો ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ જેટલા ચોંકાવનારા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાં જ યુનિવર્સિટી પોલીસ દ્વારા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા બે જેટલા વિદ્યાર્થીઓની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. તેમજ બે દિવસ પૂર્વે ઇન્ટરનેટના માધ્યમથી સમલૈંગિક સંબંધ બાંધવા બાબતે બ્લેક મેઇલિંગ કરી રહેલા ચાર જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે રાજકોટની એસએનકે તેમજ ધોળકિયા જેવી નામાંકિત સ્કૂલોમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું છે કે, કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરનો જન્મદિવસ ઉજવવા પૈસાની જરુર પડતાં ત્રણ મિત્રોએ ચોરીનો પ્લાન ઘડયો હતો.
ચોરી કરવા સ્કોર્પિયો તેમજ આઇ ટ્વેન્ટી કાર ભાડે કરવામાં આવી હતી. મિત્રો એ જુદી જુદી બાંધકામ સાઇટ રેકી પણ કરી હતી. 27 તારીખના રોજ રાત્રિના પોણા ત્રણ વાગ્યે ત્રણેય વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે બાંધકામ સાઇટ પર પહોંચ્યા હતા. બાંધકામ સાઇટ પરથી દોઢ સો કિલો જેટલા ભંગારની ચોરી કરી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા બાંધકામ સાઇટ ના માલિકે પોલીસને જાણ કરી હતી.
સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસે સીસીટીવીના આધારે ચોરી કરનાર શખ્સોને ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડયા હતા. પોલીસે જ્યારે તમામ આરોપીઓને ઝડપી પાડયા ત્યારે તેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ કોઈ રીઢા ગુનેગાર નહીં પરંતુ તેઓ નામાંકિત સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ સૂત્રો તરફથી મળેલ માહિતી મુજબ પુખ્ત વયના આરોપી કૃષ્ણ પાલના પિતા જમીન મકાન લે-વેચ નું કામકાજ કરે છે. જ્યારે અન્ય એક સગીર ના પિતા મેડિકલ સ્ટોર્સ ચલાવે છે અને બીજા સગીરાના પિતા મેડિકલ રીપ્રેઝન્ટેટિવ હોવાનું સામે આવ્યું છે.
ત્રણે નબીરાઓ સુખી-સંપન્ન પરિવારના હોવાથી તેમની પાસે ઊંચી કિંમતના મોબાઈલ હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ અગાઉ પણ આરોપીઓએ મોજ મસ્તી માટે લોખંડ ભંગારની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.